દાંતીવાડા હાઇવે રોડની સાઇડોમાં પૂરમાં પડેલા ગાબડાં પૂરવા ચાલકોની માંગણી
દાંતીવાડા કોલોનીથી ગામ તરફ જતા માર્ગ પૂરના સાત મહિના બાદ પણ અતિશય બિસ્માર છે.આઈ.ટી.આઇ. કોલેજની બાજુમાં આ માર્ગ ઉપર પાંચ ફૂટના ગાબડા પડી ગયા છે. રસ્તાની બંને સાઈડ એટલી ખરાબ બની ગઈ છે કે કોઈ વાર વાહન ચાલકોને મોટો અકસ્માત સર્જાઈને મોટી જાનહાની થવાની પણ શક્યતાઓ વધી રહી છે.
દાંતીવાડા કોલીનીથી દાંતીવાડા ગામ તરફ જતા આઇ.ટી.આઇ. કોલેજ પાસેના મુખ્યમાર્ગની સાઇડો પૂર આવ્યાના સાત મહિના અગાઉ ધોવાઇ જતા પાંચ ફૂટના ગાબડા પડ્યા છે. જે બાદ જિલ્લા તંત્ર દ્વારા રોડ સાઇડોમાં પડેલા ગાબડા પુરવાનું સમારકામ કરવામાં ન આવતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાણાં છે.વાહન ચાલકો જો ગફલત કરે તો સીધા રોડ સાઈડમાં ધસી પડેલા ગાબડામાં પટકાઈને ગંભીર પ્રકારના અકસ્માત સર્જાઇ શકે છે. વહેલી તકે હાઇવે સાઈડમાં પડેલા ગાબડા પુરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
દાંતીવાડાના હાઇવે રોડની સાઇડોમાં આગઉ પૂરમાં પડેલા ગાબડા પડ્યા છે. તસવીર-રાજવીર ચૌહાન