નાંદોત્રા બુથ નં.1 માં ગેરરીતિના આક્ષેપ સાથે રિવોટીંગની માંગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા તાલુકા પંચાયતની 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી ચૂંટણીમાં નાંદોત્રા ઠાકોરવાસ ગામના મતદાન કેન્દ્ર-1 માં પ્રિસાઇડીંગ અધિકારી તેમજ અન્ય ચાર કર્મચારીઓ દ્વારા મતદાન સમય કરતા ઓછા સમયમાં બોગસ મત કરાવ્યા હોવાના આક્ષેપ સાથે દાંતીવાડા તાલુકા પંચાયતના નાંદોત્રા ઠાકોર વાસ બુથ નંબર-1 માં રિવોટીંગ કરવાની માંગણી સાથેની અરજી ભાજપના ઉમેદવાર જસુમતીબેન હેમરાજભાઈ ગોહિલ દ્વારા સોમવારે દાંતીવાડા મામલતદારને આપવામાં આવી હતી.

દાંતીવાડા તાલુકા પંચાયતની 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી ચૂંટણીમાં નાંદોત્રા ઠાકોરવાસ ગામના મતદાન કેન્દ્ર-1 માં પ્રિસાઇડીંગ અધિકારી તેમજ અન્ય ચાર કર્મચારીઓ દ્વારા મતદાન સમય કરતા ઓછા સમયમાં બોગસ મત કરાવ્યા હોવાના આક્ષેપ સાથે દાંતીવાડા તાલુકા પંચાયતના નાંદોત્રા ઠાકોર વાસ બુથ નંબર-1 માં રિવોટીંગ કરવાની માંગણી સાથેની અરજી ભાજપના ઉમેદવાર જસુમતીબેન હેમરાજભાઈ ગોહિલ દ્વારા સોમવારે દાંતીવાડા મામલતદારને આપવામાં આવી હતી. આ અરજીમાં જણાવેલ કે સવારથી થતાં મતદાનમાં ઝોનલ અધિકારીને આપવામાં આવેલ આંકડા મુજબ એક કલાકમાં 60 મતદારોએ મતદાન કરેલ છે. જ્યારે જિલ્લા અને તાલુકાના મતદાન બંને રજીસ્ટરો નિભાવવાના હોઇ 60 લોકોથી વધુ મતદાન કરી શકે તે શક્ય નથી. તેવામાં નાંદોત્રા ઠાકોરવાસ બુથ નં. 1 માં 2 થી 4 કલાકના સમયમાં 206 મત અને 4 થી 5 કલાકમાં 176 મતના આંકડા ઝોનલ ઓફિસરને આપવામાં આવેલ છે.

આમ 2 થી 5 વાગ્યા સુધીના 382 ના મતદાનના આંકડા જોતાં તદ્દન બોગસ મતદાન થયું હોઇ તેવું જણાઇ આવતાં રિવોટીંગની માંગણી સાથે મામલતદારને અરજી કરવામાં આવી છે.