તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ન્યુઝ | દાંતીવાડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | દાંતીવાડા

દાંતીવાડામાંશનિવારે ખેડૂતોએ સમયસર મગફળી માટેના બારદાન આવતા ભારે હોબાળો મચાવ્યો હતો. સંઘ દ્વારા વેપારીઓની મગફળી ખરીદવામાં આવતી હોવાના થતા ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા.

દાંતીવાડા તાલુકાના ખેડુતોને મગફળી ટેકાના ભાવે વેચવા માટે તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા રાજ્ય સરકારે જાહેર કરેલા રૂ.900 ના ભાવે 25 હજાર બોરીની ખરીદી કરાઈ છે. તેમાં ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગે નહિ અને ખેડૂતોને અગવડતા પડે તે ધ્યાને રાખી ટોકન દ્વારા મગફળીની ખરીદી કરાઈ રહી છે. શનિવારે ખરીદ વેચાણ સંઘમાં મગફળીના બારદાન સમયસર આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને મગફળી ખરીદી કરવામાં વિલંબ થયો હતો જેથી અમુક ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો સંઘ દ્વારા વેપારીઓની મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. જ્યારે ખેડુતોના આક્ષેપ બાબતે દાંતીવાડા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીતેશભાઈ બોકાને પૂછતાં જણાવ્યું હતું કે સંઘ દ્વારા માત્ર દાંતીવાડા તાલુકાના ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવે છે.સંઘમાં કોઈ વેપારીઓની મગફળી ખરીદી કરવામાં આવતી નથી.અમો રાત્રે જાતે જોડે રહી ત્રણ કાંટા ઉપર ખેડૂતોની મગફળી ખરીદી કરાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...