તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Dantivada
  • દાંતીવાડા |સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તથા ડો.અંબાલાલ એસ.પટેલ મેમોરીયલ

દાંતીવાડા |સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તથા ડો.અંબાલાલ એસ.પટેલ મેમોરીયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા |સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તથા ડો.અંબાલાલ એસ.પટેલ મેમોરીયલ ટ્રસ્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સોમવારે દાંતીવાડા મેમોરીયલ વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં નિવૃત કૃષિ વૈજ્ઞાનિક ડો.બી.એસ.ત્રિવેદી દ્વારા મેનેજમેન્ટ ઇસ્યુસ રીલેટેડ ટુ એગ્રીકલ્ચરલ પ્રોડકશન અને કોન્સેપ્ટ ઓફ ટીચર્સ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવેલ જેમાં આર્ગેનિક કાર્બન, મુખ્ય અને ગૌણ પોષક તત્વો, સેન્દ્રીય ખેતી તેમજ એગ્રીકલ્ચર પ્રોડકશન મોડ્યુલ સબંધીત વિષય પર ચર્ચા કરવામાં આવી અને વૈજ્ઞાનિકો તથા વિદ્યાર્થીઓના પ્રશ્નોની છણાવટ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડો.અશોક પટેલ, પારૂલબેન પટેલ, ડો.વી.આર.પટેલ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મેમોરીયલ વ્યાખ્યાન યોજાયું

અન્ય સમાચારો પણ છે...