• Gujarati News
  • દાંતીવાડામાં કોલેજનો સ્થાપના દિવસ ઊજવાયો

દાંતીવાડામાં કોલેજનો સ્થાપના દિવસ ઊજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદારકૃષિનગરદાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા ચાલતી રાજ્યની એક માત્ર અસ્પી ગૃહવિજ્ઞાન અને પોષણ કોલેજનો 35 મો સ્થાપના દિવસ સોમવારના રોજ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ નવનિયુક્ત ઇન્ચાર્જ ડીન ડો. ભરતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં યુિન. ના કુલપતી ડો. અશોક પટેલ, કુલસચિવ ડો. એચ.એન. ખેર, સંશોધન નિયામક ડો. આર.આર. શાહ, વિદ્યાર્થી નિયામક ડો. વસંત પટેલ, વિસ્તરણ નિયામક ડો. કે.એ. ઠક્કર, ડીન ડો. એમ.આર. પ્રજાપતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.