ઘેર-ઘેર પીવાનું...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘેર-ઘેર પીવાનું...

દાંતીવાડાડેમમાં નર્મદા મૈયાનું પાણી નાંખવાથી સિંચાઇ દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરશે, જેના માટે 45 માળ જેટલું પાણી ઉપર ચઢાવી હજારો હોર્સ પાવરની મોટરો મુકી પાણી પુરવઠાના અધિકારીઓની સખ્ત મહેનતથી કાર્ય પૂર્ણ થયું છે. અેટલું નહી સમગ્ર દેશમાં સાૈપ્રથમ ગુજરાતની આંતર રાષ્ટ્રીય ભારત પાક. સીમાએ 210 કિ.મી. લાંબી પાઇપલાઇનથી 31 ચોકીઓ પૈકી 21 ચોકીઓમાં શુધ્ધ પીવાનું પાણી આપવાનું શરૂ કરી દેવાયું છે. તેમણે જમીન સંપાદન કાયદા અંગે જણાવ્યું હતુ કે, કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ખોટી માહિતી આપવામાં આવી રહી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જમીન પડાવી લેવામાં આવશે.

વાસ્તવમાં જનહિત માટે જરૂર જણાશે તો ખેડૂતોને પુરેપુરૂ વળતર આપી જમીન સંપાદન કરાશે. કોંગ્રેસ દ્વારા બનાવેલા કાયદામાં નવા નિયમો બનાવાય છે. જેમાં નાના મોટા કામો માટે તાલુકા - જિલ્લા કક્ષાએ કમિટી બનાવાશે. જમીન સંપાદન કર્યા બાદ કામ કરવાની અવધિ 15 થી 20વર્ષ સુધીની રહેશે. ખેડૂતને લાગશે કે જમીનનું વળતર પૂરતુ મળ્યુ નથી તો તે કોર્ટમાં જઇ શકશે. તેમણે અંતમાં શાૈચાલય વિનાના ઘરને કલંક સમાન ગણાવી ગુજરાતનું એક પણ ઘર ટોયલેટ વગરનું રહે તે માટે અભિયાન શરૂ કરાયું હોવાનું જણાવ્યું હતુ.

શંકર ચૌધરીને પત્રકારોની માફી માંગવી પડી

સભામંડપમાં બેઠક વ્યવસ્થાના મુદ્દે મંત્રી શંકરભાઇ ચૌધરીએ સ્ટેજ ઉપર માઇકમાં સંભળાય તે રીતે પત્રકારોનું અપમાન કરતાં મીડિયાકર્મીઓ કાર્યક્રમનો બહિષ્કાર કરી બહાર નીકળી ગયા હતા અને પ્રવેશદ્વાર આગળ બેસી જઇ વિરોધ દર્શાવતાં શંકર ચૌધરી ત્યાં દોડી ગયા હતા. જેમણે પત્રકારોની માફી માંગી સભાખંડમાં લઇ જઇ બેઠક વ્યવસ્થા કરાવી હતી.

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યની અવગણના

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રવકતા ડામરાજી કે. રાજગોરે જણાવ્યું હતુ કે, દાંતીવાડા ખાતે મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં કોગ્રેસના સ્થાનિક ધારાસભ્ય જોઇતાભાઇ પટેલની અવગણના કરી વિરોધ પક્ષની ગરીમાને ઠેસ પહોચાડી છે. ભાજપ સરકારની તિજોરીમાંથી ખર્ચ કરી એસ. ટી. નિગમની બસો મુકી ખોટા વખાણ કરવાના કાર્યક્રમમાં ચોથી જાગીર સમા પત્રકારોના અપમાનને પણ કોંગ્રેસ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.

ઘેર-ઘેરપીવાનું...

કરવાબીજીવાર અપહરણ કરવાની પેરવી કરતાં મહંતે બૂમાબૂમ કરતાં આસપાસથી દોડી આવેલા લોકોએ બંને શખ્સોને ઝડપી લઇ પોલીસ હવાલે કર્યા હતા.આ ઘટના બાદ મહંતે અમદાવાદના મોટા મંદિરે આશરો લીધો છે જ્યારે પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના હાઇવે પર આવેલા સ્વામિનારાયણ મંદીરમાં મહંત ચંદ્રપ્રકાશ ગુરુ ઘનશ્યામદાસ સ્વામી (37) છેલ્લા ચાર વર્ષથી સેવા પૂજા કરે છે. તેઓની પાસે જૂન 2014માં ભરતભાઇ મનજીભાઇ ગઢાદરા રહે.દગાડ તા. તળાજા, જિ. ભાવનગરવાળો ગઢડા સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટન્ટ ઘનશ્યામ મહેતાની

ઓળખાણથી આવેલ હતો અને વિદેશની પાર્ટી રીજા તા. તારાપુર ખાતે 700 વીઘા જમીન ખરીદ કરીને ગૌશાળા બનાવવા માગતી હોઇ મેનેજર તરીકેનો વહીવટ કરવા કહેતા મહંત સંમત થયા હતા અને બાદમાં નિલકંઠ વર્મા નામની સંસ્થા બનાવી ગૌશાળાની કામગીરી હાથ ધરી હતી. વખતે વીનશા ડેવલપર નામની ફર્મના માલિક જસુભાઇ પટેલ રહે.આણંદ તેમજ નડીયાદના મુકેશભાઇ પટેલ અને અશ્વિનભાઇ દવે સાથે વાતચીત થઇ હતી. શખ્સો પાસેથી ભરતભાઇ ગઢાદરા જમીન ખરીદ કરવાના હતા.

ગયા જાન્યુઆરીમાં શખ્સોએ સિધ્ધપુર આવી ભરતભાઇ અને તમારા કહેવાથી અમે જમીન વેચાણથી લીધી છે પણ ભરતભાઇ નાણા આપતા હોઇ હવે તમે કઢાવી આપો તેવું ચંદ્રપ્રકાશસ્વામીને કહયુ હતું. તેપછી ગત મંગળવારે ફરીથી સાત લોકો સાથે આવી ટવેરા અને સ્કોર્પિયો ગાડીમાં બળજબરીથી બેસાડી દઇ મહંત અને તેમના ત્રણ માણસોને ઉઠાવી ગયા હતા અને વટામણ ચોકડી પાસેના ખેતરમાં લઇ જઇ મહંતને બાનમાં રાખી રૂ.1.51 કરોડના 17 ચેક મંગાવી લઇ લીધા હતા અને બે કોરા સ્ટેમ્પ પેપર અને ચાર કોરા કાગળ પર સહીઓ કરાવીને છોડી મૂકયા હતા.વધુમાં દોડાદોડીમાં રૂ.1 લાખ ખર્ચ થયો હોઇ તે લેવા બીજા દિવસે સિધ્ધપુર આવી બે સાગરીતોએ ફરીથી અપહરણનો પ્રયાસ કર્યોહતો પણ વખતે તેઓને પકડી લેવાયા હતા અને પોલીસ હવાલે કરી દેવાયા હતા.

કોઇ કંઇ કરે તેપહેલા ગાડીમાં બેસાડી ભાગી છૂટયા

ઘટના બની તેસમયે મહંત ચંદ્રપ્રકાશ સ્વામી સાથે તેમના શિષ્ય પાતારામ ભેરારામ ચૌધરી, ડ્રાઇવર ધીરજભાઇ વશરામભાઇ ઠાકોર, રસોઇયા વગેરે હાજર હતા. જશુ, મુકેશ અને અશ્વીન ટવેરા ગાડીમાં આવ્યા હતા અને તેમણે ફોન કરતા સ્કોર્પીયો ગાડીમાં સાત શખ્સો આવી મહંત સાથે પાતારામ ભગત અને ડ્રાઇવર ધીરજને બળજબરીથી ટવેરા નામની ગાડીમાં બેસાડી ઘટના સ્થળેથી નાસી છૂટયામાં સફળ રહ્યાં હતા.

મહંતને બાનમાં રાખી ચેક મંગાવ્યા

અપહરણ કરીને ભાગ્યા પછી ગાડી બપોરે વટામણ ચોકડી પાસેના ખેતરમાં થોભાવી હતી.જ્યાં ખેતરમાં લઇ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી જમીનની રકમના અવેજમાં ચંદ્રપ્રકાશ પાસેથી ચેક માગ્યો હતો.

મહંતને બાનમાં રાખી ભગત અને ડ્રાઇવરને સિધ્ધપુર મોકલ્યા હતા તેઓ રાત્રે 2 વાગે ખેતરે આવતા કુલ રૂ. 1,51,00,000ની રકમના 17 ચેક પર સહીઓ લીધી હતી.તે ઉપરાંત બે કોરા સ્ટેમ્પ પેપર અને ચાર કોરા કાગળ પર સહીઓ કરાવી લીધી હતી.બાદમાં મોડીરાત્રે છોડી મૂકયા હતા. હિંમત તો જુઓ.બીજા દિવસે ખર્ચ વસુલ કરવા આવી ચડયા

મંગળવારે રાત્રે માંડ છુટીને આવ્યા હતા અને બુધવારેસાંજે 6 વાગે ભરત ભગવાનભાઇ ભરવાડ રહે.ધોળકા અને કાશીભાઇ કડવાભાઇ ભરવાડ રહે. વટામણ દોડાદોડીમાં રુ.1 લાખ ખર્ચ થયો હોઇ તે વસુલવા આવ્યા હતા પણ મહંતે આપવાની ના પાડતા બંનેએ ફરીથી ઉપાડી જવાની કોશિષ કરી હતી પણ સમયે તેમણેે બૂમાબૂમ કરી મુકતા લોકો દોડી આવ્યા હતા અને બંનેને પકડી લઇ પોલીસ હવાલે કરીદીધા હતા.

મને ખોટો ફસાવાયો

700 વીઘા જમીન લઇ ગૌશાળા બનાવવાની વાત હતી એટલે મેં વહીવટની તૈયારી બતાવી હતી. મારે કોઇ લેવા દેવા નથી. મને નાહકનો ફસાવાયો છે તેમ મહંતે ટેલીફોનિક વાતચીતમાં કહયંુ હતુ.

દિયોદરમાર્કેટયાર્ડની...

બહુમતીથીવિજેતા જાહેર થયા હતા. આથી તેમના સમર્થકો બહોળી સંખ્યામાં ઉમટી પડી તેમને વધાવી લીધા હતા. જો કે, અંગે માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી માવજીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન શિવાભાઇ ભુરીયાએ પટેલ સમાજ સહિત ઇતર સમાજના સદસ્યોને સાથે રાખી સત્તા મેળવવામાં સફળતા મેળવી છે તે પ્રસંશનીય છે.

મધ્યપ્રદેશમાં500 વર્ષથી...

અેપ્રિલથીપ્રતિષ્ઠા પ્રસંગ ઉજવાનાર છે. તેમના કુળદેવી ચામુંડા માતા છે.પણ પરિવારના દેવ સતીમાતા અને ભૈરવદાદા અપૂજિત હોવાનું શક્તિ આરાધક મારફતે જાણવા મળ્યું હતું.

તેમના વહીવંચા બારોટ એટલે કે રાવજી મૂળ વડનગરના ડો.જે.આર.રાવ હાલમાં ધાર ખાતે રહે છે. પરિવારે તેમને અરજ કરતા ડો.રાવે તેમના જમાઇ અમદાવાદ ખાતે રહેતા ભરતભાઇ કે. બારોટને બોલાવી તેમના ચોપડા જોવડાવતા રસપ્રદ હકીકત સામે આવી હતી. પાટીદારો સંવત 1536માં પાટણ ગઢથી રામપુર રહેવા ગયા હતા પણ ભૂલથી સતીમાતા અને ભૈરવદાદાને સાથે લઇ જવાના રહી ગયા હતા.