તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંતીવાડામાં ગ્રામસભા યોજાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડાતાલુકા એ.ટી.વી.ટી 2017-18 માં દાંતીવાડા ગ્રામ પંચાયતને ઘનકચરાના નિકાલ માટે ટ્રેકટર ફાળવાતા સોમવારે વિજયાસર માતાજીના મંદિરમાં ટ્રેકટર લોકાર્પણ કાર્યક્રમ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ દાંતીવાડા ગ્રામપંચાયતની ગ્રામસભા સરપંચના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

દાંતીવાડા ગ્રામપંચાયતની ગામમાં ઘનકચરાના નિકાલ માટે ટ્રેક્ટરની ઘણા વર્ષોની માંગણીને લઇ 2017-18 માં રૂપિયા 5 લાખની ગ્રાન્ટ આપી ટ્રેકટર ફાળવાતા સોમવારે સવારે વિજયાસર માતાજીના મંદિરમાં દાંતીવાડા ગામમાં ઘન કચરાના નિકાલ માટે ટ્રેકટર લોકાર્પણ તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરસિંહ સોલંકીએ રીબીન કાપી કર્યું હતું. જેમાં ગ્રામસભા અને લોકાર્પણ કાર્યક્રમમાં ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય જોઇતાભાઈ પટેલ, તાલુકા એ.ટી.વી.ટી ના સભ્ય જયેન્દ્રભાઈ જોષી,પરથીભાઇ ચૌધરી,વસંતભાઈ પુરોહિત,નટુભાઈ ચૌધરી, હેમરાજ ભાઇ ગોહિલ, અર્જુનભાઈ રબારી,તાલુકાવિકાસ અધિકારી,ત.ક મંત્રી મોનાભાઇ પટેલ, દાંતીવાડા પી.એસ.આઈ વિશાલ શાહ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી પીવાના પાણી તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની રજુઆતો કરી હતી.

દાંતીવાડા ગ્રામ પંચાયતમાં સોમવારે ગામના ઘનકચરાના નિકાલ માટે ટ્રેકટરનું લોકાર્પણ કરાયું. તસવીર-રાજવીરચૌહાન

ઘનકચરાના નિકાલ માટે ટ્રેકટરનું લોકાર્પણ

અન્ય સમાચારો પણ છે...