તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહકારી મંડળીઓ રચી સામૂહિક વિકાસ કરવાની સમજ ખેડૂતોને અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રવિવારે જિલ્લા સંઘ દ્વારા દૂધ મંડળીઓના સંચાલકોનો સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં બનાસ ડેરી સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની ડેરી અને સહકારી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સહકાર થકી ગામડાઓનો વિકાસ કઈ રીતે થઈ શકે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા સહકારી સંઘ દ્વારા દાંતીવાડા ખાતે સહકાર સાથે જોડાયેલા લોકોનો રવિવારે સેમિનાર રાખવામાં આવ્યો હતો. દૂધમાં તો ખેડૂતોએ સહકારની ભાવના રાખી બનાસ ડેરી બનાવી. પરંતુ સરકાર દ્વારા ખેતી, સૌર ઊર્જા, ગોબર ગેસ જેવા કામોમાં સહકારી મંડળીઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. ત્યારે ગામડાંના ખેડૂતો એકઠા થઈ સહકારી મંડળીઓ રચી સામૂહિક વિકાસ કરે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ગુજરાત ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, જિલ્લા સહકારી સંઘ-ચેરમેન અણદાભાઈ પટેલ,બનાસબેંક ચેરમેન એમ.એલ.ચૌધરી, કનુભાઇ વ્યાસ, પૂર્વ તા.પં.પ્રમુખ ઇશ્વરસિંહ સોલંકી, માવજીભાઈ દેસાઈ, બનાસ ડેરી ડિરેકટર પરથીભાઈ ચૌધરી, નટવરભાઈ ચૌધરી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

દાંતીવાડા કૃષિ યુનિ.માં સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...