• Gujarati News
  • મહિલા સંમેલનમાં પાણી માટે વલખા

મહિલા સંમેલનમાં પાણી માટે વલખા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડાતાલુકા પંચાયત ખાતે બુધવારના રોજ સંકલિત બાળવિકાસ યોજના દ્વારા મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં નાના બાળકો સાથે મહિલાઓ આવી હતી. પરંતુ સંમેલનમાં આવેલી મહિલાઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાતાં નાના બાળકો સહિત મહિલાઓ ભારે મુશ્કેલીમાં મુકાઇ હતી.

દાંતીવાડા તાલુકા પંચાયતના મેદાનમાં બુધવારના રોજ ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલીયાની અધ્યક્ષતામાં મહિલા સંમેલન યોજાયું હતું. સંકલીત બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં મંચ પર મહેમાનો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરાઇ હતી.

પોતાના નાના-નાના બાળકો સાથે આવેલી મહિલાઓ માટે પીવાના પાણીની કોઇ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતાં મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળતી હતી. તો બીજી તરફ તાલુકા પંચાયતના તથા અન્ય સરપંચ, તલાટીઓ માટે પણ કોઇ બેસવાની સુવિધા કરવામાં આવતાં તેમને પણ ઉભા-ઉભા કાર્યક્રમમાં હાજરી આપવી પડી હતી. આમ આયોજકો દ્વારા માત્ર મંચ પરના અિધકારીઓની ચિંતા કરીને અન્ય લોકો માટે પીવાના પાણીની કે બેસવાની સુવિધા કરવામાં આવતા મહિલાઓ સહિત સંમેલનમાં ઉપ્સથતી અન્ય લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વીજળીનો પ્રશ્ન લોકોને વિપુલ પ્રમાણમાં સતાવી રહ્યો છે.