તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઘરોલ પી.એચ.સી.માં તબીબની જગ્યા ખાલી હોવાથી દર્દીઓ પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા તાલુકાના વાઘરોલમાં ગરીબ પ્રજાના આરોગ્યની સારવાર માટે એક માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલી છે. જ્યાં એમ.બી.બી.એસ. ડોકટરની મહત્વની જગ્યા ખાલી છે. જેના કારણે દર્દીઓ હેરાન-પરેશાન થઇ રહ્યા છે. એમ.બી.બી.એસ. ડોકટરની જગ્યા ખાલી હોવાથી ગ્રામજનોને પુરતી સારવાર મળતી નથી. હાલમાં જવાબદાર તબીબની જગ્યા ખાલી હોવાથી સરકારી દવાખાનામાં પુરતી સગવડ હોવા છતાં પણ દર્દીઓને ખાનગી દવાખાનામાં મોંઘી સારવાર કરાવા મજબુર બન્યા છે.

વાઘરોલ આજુબાજુના વિસ્તારમાંથી સરકારી દવાખાનામાં આવતા ગરીબ દર્દીઓ સાથે ફાર્મસીસ્ટ સહિત સ્ટાફ ઉદ્ધત વર્તન પણ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે વાઘરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક આયુષ તબીબ તો સવારે પોતાની હાજરી બતાવી ફિંગર મશીનમાં અંગૂઠાનું નિશાન આપી ખાનગી પ્રેકટીશ કરવા જતો હોવાનો આક્ષેપ છે. જેથી લોકો આ આયુષ તબીબ વિરુદ્ધ ઓચિંતા ઉચ્ચકક્ષાએ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ.બી.બી.એસ. ડોક્ટરની ખાલી જગ્યાએ નવા તબીબ મુકવામાં આવે તેવી આજુબાજુના લોકોની માંગ ઊઠી છે.

દાંતીવાડા તાલુકાના વાઘરોલમાં ગરીબ પ્રજાના આરોગ્યની સારવાર માટે એક માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલી છે. જ્યાં એમ.બી.બી.એસ. ડોકટરની મહત્વની જગ્યા ખાલી છે. જેના કારણે દર્દીઓ હેરાન-પરેશાન થઇ રહ્યા છે.તસવીર-રાજવીર ચૌહાન

અન્ય સમાચારો પણ છે...