તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંતીવાડાના મારવાડા પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારવાડા નજીકથી દાંતીવાડા પોલીસની ટીમે શનિવારે વિદેશી દારૂ લઇ જતી કારને સાથે બે શખ્શોને પણ ઝડપી લેવાયા હતા.

દાંતીવાડા તાલુકાના મારવાડા રોડ પરથી એક કારમાં વિદેશી દારૂ દાંતીવાડા તરફથી આવતો હોવાની બાતમી દાંતીવાડા પોલીસને મળી હતી. જેના આધારે શનિવારે મારવાડા નજીક બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો તપાસમાં હતા.દરમિયાન જીજે-03-સીએ-9797 નંબરની કાર આવતા તેને રોકવાનો ઇશારો કરતા ઉભી રહી નહોતી. જેથી તેનો પીછો કરતા મારવાડા ત્રણ રસ્તા નજીકથી કાર ઝડપાઇ હતી. કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 912 બોટલો કિંમત રૂ. 91,200, બે મોબાઇલ ફોન કિંમત રૂપિયા 6000 રોકડા રૂપિયા તેમજ કારની કિંમત 3,00,000 લાખ એમ કુલ મળી પોલીસે રૂ. 3,97,200 નો મુદ્દામાલ કબજે કરી બે શખસોની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...