તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Danta
 • મુખ્યમંત્રીની અંબાજીમાં ગુરુવંદના લાખો યાત્રાળુઓ રસ્તામાં અટવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુખ્યમંત્રીની અંબાજીમાં ગુરુવંદના લાખો યાત્રાળુઓ રસ્તામાં અટવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનામુખ્યમંત્રી મંગળવારે ગુરુપૂર્ણિમાના દિને યાત્રાધામ અંબાજી ખાતે તેમના ગુરુના આશીર્વાદ મેળવવા આવ્યા હતા. તેમજ માતાજીની પૂજાઅર્ચના કર્યા બાદ મંદિરના ભટ્ટજી મહારાજની ગાદી ઉપર મંદિર પૂજારી ભરતભાઇ પાધ્યાના હસ્તે રક્ષા પોટલી અને આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. બીજી બાજુ દાંતાથી વાહન માર્ગ અંબાજી પહોંચ્યા હતા તે દરમિયાન માર્ગ પાંચ કલાક સુધી બંધ કરી દેવાયો હતો. જેના પગલે પૂનમના દર્શનાર્થીઓ ભારે હાલાકીમાં મુકાઇ ગયા હતા.

મુખ્યમંત્રી દાંતા હેલીપેડથી સડક માર્ગ સવારે સાડા દશેક વાગે પહોંચેલા મુખ્યમંત્રીના પગલે દાંતા - અંબાજી સહિત અંબાજી મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ હતું. જેને લઇ ગુરુપૂર્ણિમાના મહત્વના દિને દર્શનાર્થે આવેલા સેંકડો યાત્રિકોને ભારે યાતનાઓ વેઠવી પડી હતી. અનુસંધાનપાના-8પાંચકલાક સુધી માર્ગ ઉપર વિવિધ વાહનો અને એસટી બસોની લાંબી કતાર અને ખડકલો સર્જાવા પામ્યો હતો. ઉપરાંત કેટલાક યાત્રિકો તો દાંતાથી કંટાળી અને મા ના દર્શન કર્યા વિના પરત ફર્યા હતા.

યાત્રિકો સાથે પોલીસદાદાની જોહુકમી

દાંતા રાવણ ટેકરી ત્રણ રસ્તા ઉપર અટવાયેલા યાત્રિકોએ ફરજ ઉપર હાજર ટ્રાફિક પોલીસ જવાનોએ દર્શન કરવા જવા માટે કાકલુદી કરતાં પોલીસ કર્મીઓ દ્વારા તેમની સાથે ઉધ્ધત વર્તન અને બિભત્સ અપશબ્દો બોલ્યા હોવાની પણ વ્યાપક ફરીયાદો ઉઠી હતી.આનંદીબેન પટેલ અંબાજી ખાતે આવેલા તેમના ગુરુ સત્યમિત્રાનંદગિરીજી મહારાજના આશીર્વાદ ગ્રહણ કરવા આવ્યા હતા. ગણેશભવન ખાતે ગુરુવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા પછી મુખ્યમંત્રી બપોરે અંબાજી મંદિરે પહોંચ્યા હતા.

અંબાજીમાં મુખ્યમંત્રી અાનંદીબહેનના પ્રસ્થાન પૂર્વે ડી.કે.ત્રિવેદી સર્કલ ઉપર પણ ટ્રાફિક બંધ કરી દેવાતાં સેંકડો વાહનોની કતાર જામી હતી.કેટલાક લોકો માતાના દર્શન કર્યો વિના પરત નીકળી ગયા હતા.તસવીર-તેજસિહં રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો