તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંતાના જીતપુરમાં ચૂડવેલનો ઉપદ્રવથી લોકો પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાંતાતાલુકાના જીતપુર ચાર રસ્તા વિસ્તારમાં આવેલા ગામોમાં ચુડવેલનો ભારે ઉપદ્રવ થયો છે. જેને લઇ પ્રજાજનોની ઉંઘ હરામ થઇ ગઇ છે. ત્યારે નાના બાળકો માટે ચિંતાનો વિષય બન્યો હોઇ રહેવાસીઓ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.

દાંતા તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા જીતપુર ચાર રસ્તા લોટેલ, વિજલાસણ, માંડલીયાળા સહિતના ગામો જંગલ વિસ્તારને અડીને આવેલા છે.તાજેતરમાંજ સામાન્ય વરસાદની વૃષ્ટિ બાદ વિસ્તારમાં ચુડવેલનો ઉપદ્રવ એકાએક વધી જવા પામ્યો છે. જેને લઇ અહિના રહેવાસીઓની ઉંઘ હરામ થઇ જવા પામી છે. વિસ્તારના આગેવાન યુસુફખાન નઝરીખાન પઠાણના જણાવ્યા મુજબ રહેણાંકના મકાનો અને આગણા સહિત દિવાલો અને છત ઉપર પણ ચુડવેલનો જથ્થો ભરાઇ જવા પામ્યા છે. એકાએક થયેલ ઉપદ્રવને લઇ પ્રજાજનોને ખાવા પીવાનો તો શુ પણ રાત્ર ઉંઘ પણ હરામ થઇ જવા પામી છે. પરિસ્થિતમાં નાના બાળકો માટે પણ ભારે ચિંતાનો વિષય ઉભો થયો છે. જેને લઇ ઘણા પરિવારો સ્થળાંતર કરવા મજબુર બન્યા છે. અંગે તંત્ર તાકીદે પગલાં લઇ પ્રજા અને બાળકોના હિત ખાતર દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો