તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Danta
 • દાંતાના નવાવાસ ગામે પ્રેમી યુવકને ઊઠાવી જઈ ધર્મપરિવર્તનનો પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંતાના નવાવાસ ગામે પ્રેમી યુવકને ઊઠાવી જઈ ધર્મપરિવર્તનનો પ્રયાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાંતાતાલુકાના નવાવાસ ગામે એક યુવતીના પ્રેમમાં પડેલા યુવાનને ગામના શખસો ઘરમાંથી ઉઠાવી જઇ 22 જૂનથી સતત ત્રણ દિવસ સુધી ધર્મપરિવર્તન કરવા માનસિક-શારિરીક તેમજ મારી નાખવાની ધમકી સહિતનો ત્રાસ ગુજારાયો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અંગે ભોગ બનેલા યુવાનના પિતાએ શનિવારે સાંજે ફરિયાદ નોંધાવતાં સનસનાટી પ્રસરી જવા પામી છે.

નવાવાસ ગામે રહેતા જયંતિભાઇ વિરચંદભાઇ પંચાલના પુત્ર સંજયને ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ થયો હતો.આ બનાવની શંકા જતાં સંજયના પિતા જયંતિભાઇએ યુવતીના પિતાનું પણ ધ્યાન દોર્યું હતું. પરંતુ પ્રેમજાળમાં ફસાયેલા બંને પંખીડાઓ 5 જૂન-2016 ના રોજ નાસી ગયા હતા. જેને લઇ નાનકડા ગામમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારબાદ ગામના આગેવાનો ભેગા મળી દીકરીને પરત કરવા અને સંજયને ગામ બહાર ધંધો કરવા રવાના કરવાનું જણાવતાં પંચાલ પરિવારે ભારે શોધખોળ હાથ ધરી અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા લક્ષ્મીપુરા નજીકથી બંને પ્રેમી યુગલને ઝડપી લઇ યુવતીને તેના વાલીઓને સુપ્રત કરી હતી. ત્યારબાદ 22 જૂનના રોજ સંજય પોતાના ઘરે આવેલ દરમિયાન સવારના નવેક વાગે ઇદ્રીશ અબ્દુલ, આરીફ અબ્દુલ તેમજ મુસ્તાક અલ્લારખા અને ઇશાક નાશીરભાઇ માસ્તર ચારેય સંજયને સતલાસણાના ફુલડા ગામે લઇ જઇ સતત ત્રણ દિવસ સુધી ધાકધમકી આપી ‘ધર્મપરિવર્તન કર નહીંતર તારા કુટુંબને અમે મારી નાંખીશું’ તેવી ધમકીઓ આપી. સંજયને બે દિવસ રોજા કરાવી, નમાઝ પઢાવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.ત્રણ વર્ષ પછી યુવતી સાથે લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરાયું હતું. તેમજ સંજય સાથે તેના પિતા જયંતિભાઇ ઉપર હથિયારો સાથે હૂમલો કરવાની કોશિષ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સમગ્ર ઘટના દાંતા પોલીસ મથકે શનિવારે સાંજે પહોંચી હતી.આ અંગે જયંતિભાઇ પંચાલે ફરિયાદ નોંધાવતાં પોલીસે સેકન્ડ ગુ.ર.નં. 3049/16 ગુજરાત સ્વાતંત્ર અધિ. 2003 ધર્મ પરિવર્તનની કલમ-4 તથા ઇપીકો કલમ 323, 506 (2), 114 મુજબનો ચારેય શખસો વિરુદ્ધ ગૂનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એ.આર. વાળા ચલાવી રહ્યા છે.

નેગેટિવ ન્યૂઝ

નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો