તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Danta
 • દાંતાના ટુંડીયા ઘાટી માર્ગ ઉપરથી દારૂ ભરેલી બોલેરો સાથે બે ઝબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંતાના ટુંડીયા ઘાટી માર્ગ ઉપરથી દારૂ ભરેલી બોલેરો સાથે બે ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાંતાપોલીસે શનિવારે માંડી સાંજે ટુંડીયા ઘાટી માર્ગ ઉપર ખાનગી બાતમીને આધારે નાકાબંધી કરી એક બોલેરોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

દાંતા પોલીસ મથકના પીએસઆઇ એ.આર.વાળાએ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ચંદનસિંહ પ્રતાપસિંહ, રમેશભાઇ કલાભાઇ, જયંતીજી ધુળાજી, દિલીપપુરી વસંતપુરી, જશવંતસિંહ રાઠોડ સહિતના કર્મચારીઓ ટુંડીયા ઘાટી ઉપરના વિસ્તારમાં મંદિરના વળાંકમાં નાકાબંધી કરી હતી. દરમિયાન સામે તરફથી આવી રહેલી બોલેરો જીપને થોભાવતાં તેમાંથી વિદેશીદારૂ અને બિયરના ટીન મળી નંગ1376 કિંમત રૂ. 1,37,600 મળી આવ્યો હતો. પોલીસે જીપચાલક રાજસ્થાનના બગદારામ મણદેવજી રબારી અને અમૃતભાઇ રામાભાઇ દેસાઇને ઝડપી લઇ મોબાઇલ નંગ-3, રોકડ રકમ રૂ. 15050 તેમજ જીપ મળી કુલ રૂ. 4,55,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બન્ને શખસોને જેલના સળીયા પાછળ ધકેલી અંગેની વધુ તપાસ પીએસાઇ એ.આર.વાળાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો