• Gujarati News
  • દાંતા તા.પં.માં ઉપપ્રમુખ પદ પણ ભાજપે હાંસલ કર્યંુ

દાંતા તા.પં.માં ઉપપ્રમુખ પદ પણ ભાજપે હાંસલ કર્યંુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતાતા. પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી ગુરવારે બપોરે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઇ હતી. ચૂંટણીમાં કુલ ત્રણ સદસ્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં 20 પૈકી 12 સદસ્યોએ ભાજપ સમર્પિત સદસ્યની તરફેણમાં આંગળી ઊચી કરીને મતદાન કર્યું હતું.

કુલ 21 સદસ્યનું સંખ્યા બળ ધરાવતી દાંતા તાલુકા પંચાયત ભાજપે હસ્તગત કરી પ્રમુખ તરીકે એલ.કે.બારડે સત્તાની ધુરા સંભાળી હતી. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને પ્રમુખે ભાજપ તરીકે બહુમતી હાંસલ ફરી લીધી હતી. જેમાં 21 પૈકીના એક સદસ્ય બેથી વધુ બાળકો હોવાને કારણે પંચાયત દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આથી ગુરુવારે બપોરે 20 સદસ્યોની ઉપસ્થિતીમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. દાંતા આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી જી.સી.અલગોતર તેમજ પ્રમુખ એલ.કે.બારડની વડપણ હેઠળ શરૂ થયેલ ચૂંટણી પ્રક્રિયામાં કુલ ત્રણ ઉમેદવારો પૈકી ભાજપને નાથાભાઇ દિતાભાઇ ડાભીની તરફેણમાં 12સદસ્યોએ આંગળી ઉંચી કરી મતદાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના મણીબેન તલાજી પરમારની અનુસંધાનપાના નં-8પર

પરમારનીતરફેણમાં આઠ સદસ્યોએ મતદાન કર્યું હતું. જ્યારે અન્ય વધુ એક ઉમેદવારીની તરફેણમાં એક પણ મતનું મહત્વ થતાં ભાજપના માર્ગ ખુલ્લો થઇ ગયો હતો. પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ભાજપે તાલુકા પંચાયત હસ્તગત કરતાં ભાજપી છાવણીમાં હર્ષની લાગણી છવાઈ છે.

{ભાજપના સદસ્યની તરફેણમાં બહુમતિથી મતદાન થયું

કયા-કયા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

1.ડાભીનાથાભાઇ દિતાભાઇ (ભાજપ)

2.તરાલભોજાભાઇ કસનાભાઇ (અપક્ષ પરંતુ ભાજપ સમર્પિત)

3.પરમારમણીબેન તલાજી