તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોધુ-ખુણીયામાં ભેદી બિમારીથી 15 દિ’માં બાળકના મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાળકોના મોતને લઈ લોકોમાં ફફડાટ, ઘોઘુ ગામે વધુ સાત બાળકોને તાવ, આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું

અમીરગઢનાધોધુ અને ખુણીયામાં 15 દિવસમાં ભેદી બીમારીથી બાળકોના મોત નિપજ્યાં હતા.આરોગ્યતંત્ર દ્વારા ઘોઘુમાં સરવે કરાયો હતો. જ્યાં તાવ તેમજ ગળાનો સોજો ધરાવતા વધુ 7 બાળકો મળી આવ્યા હતા.

દાંતા મત વિસ્તારના ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડીના ધોધુ ગામે પખવાડીયાથી ભેદી બીમારીમાં ત્રણ બાળકના મોત થયા છે. જ્યારે બાજુના ખુણીયામાં પણ ત્રણ બાળકો મોતને ભેટ્યા છે. બાળકો બે થી ચાર દિવસ તાવ અને ગળુ દુખાવાની તકલીફ બાદ મોતને ભેટ્યા હતા.જો કે, બુધવારે શાળાના આચાર્ય જીજ્ઞાબેન મોદીએ ધનપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણ કરવા છતાં તંત્ર આવતાં ગુરુવારે લેખિતમાં જાણ કરતાં તંત્ર દોડ્યું હતું. જ્યાં વધુ એક બાળક યુવરાજ ચૌહાણને અમદાવાદ ખસેડાયો છે.પ્રા.આ. કેન્દ્રના ડો.કી.વી. પટવાએ જણાવ્યું હતું કે ‘ધોધુમાં 4 ટીમ દ્વારા સર્વે કામગીરી ચાલુ છે. રિપોર્ટ બાદ ખ્યાલ આવશે.’

શ્વસનતંત્રને લગતી બિમારી છે

ઘોઘુઅને ખુણીયા ગામે શ્વસનને લગતી ચેપી બિમારીથી ચાર બાળકોના મોત નિપજ્યા છે. બાકીના બેના મોત અન્ય બિમારીથી થયા છે. જ્યાં શુક્રવારે બાળરોગ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા વધુ સારવાર સરવેની કામગીરી હાથ ધરાશે.>એન.કે.ગર્ગ (જિલ્લારોગચાળા નિયંત્રણ અધિકારી)

બાળકોના મોત નિપજતાં તંત્ર દ્વારા ગુરુવારે સરવે હાથ ધરાયો હતો.

મોતને ભેટેલા બાળક

1.સુમીવનાભાઇ મૂળી (ઉં.વ.11)

2.રાકેશ સુરતાભાઇ ખોખરીયા (ઉં.વ.7)

3.નીતા સુખાભાઇ ખરાડી (ઉં.વ.4) (રહે. ધોધુ)

4.સાયનાબેન લીંબાભાઇ વાટીયા (ઉં.વ.2) (રહે. ખુણીયા) અન્ય બે બાળકનો પુષ્ટિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો