તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Danta
 • કાલથી ભાદરવી મહાકુંભ : અંબાજીને 9 ઝોન અને 22 સેકટરમાં વહેચાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલથી ભાદરવી મહાકુંભ : અંબાજીને 9 ઝોન અને 22 સેકટરમાં વહેચાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્ર મેળા ઉપર 118 કેમેરાથી વોચ રાખવામાં આવશે ફેસબુક- વોટસએપ ઉપર મેળાનું પ્રસારણ જોઇ શકાશે

અંબાજીમાંશનિવારથી સાત દિવસીય યોજાનાર ભાદરવી મહાકુંભમાં ચાલુ વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાના પગલે તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર જેનુ દેવન, પોલીસ વડા નિરજ બડગુજર, ડીડીઓ અમિત અરોરા સંલગ્ન તમામ વિભાગની અધિકારીની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જ્યાં ચાલુ સાલે યોજાનાર ભાદરવી મેળા આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરાયો છે.

યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થાને લઇ પોલીસ વિભાગ દ્વારા 1 એસપી, 12 ડીવાયએસપી, 43 પીઆઇ, 125 પીએસઆઇ, 2000 પોલીસ, 2500 હેડ કોન્સ્ટબેલ અને 500 જીઆરપી ડોગસ્કવોર્ડ, બોમ્બ ડિસ્પોઝીલ સ્કવોર્ડ, ઘોડે સવાર પોલીસ સહિત રાઉન્ડ કલોક આધુનિક ઉપકરણો અને હથિયારો સાથે મેળાનું સુરક્ષા કવચ 9 ઝોન અને 22 સેકટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

દર્શન માટે મંદિર રાત્રે

1-30 સુધી ખુલ્લું રહેશે

દર્શનનોસમય

આરતી સવારે 06-15થી 06-45

દર્શન સવારે 06-45થી 11-30

દર્શન બંધ 11-30થી 12-30

દર્શન બપોરે 12-30 થી 4-30

દર્શન બંધ 04-30 થી 0 7-00

આરતી સાંજે 07-00થી 07-30

દર્શન સાંજે 07-30થી01-30

દર્શન બંધ 01-30 થી 06-15

118 કેમેરાની નજર

પોલીસદ્વારા અંબાજી હડાદ અને દાંતા મળી સમગ્ર વિસ્તારને નવ ઝોન અને 22 સેકટર માં પરિવર્તન કરાયો છે.જ્યાં 11 માંથી 51 જગ્યાઓ ઉપર સોલાર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, સહિત 14 જગ્યા ઉપર જનરેટરની વ્યવસ્થા 101 જગ્યાએ ફિકસ કેમેરા, તથા 17 જગ્યાએ પીટીઝેડ કેમેરા મળી 118 કેમેરાની વ્યવસ્થા કરાઈ. છે. મેળાનુ વેબકાસ્ટીંગ કરાશે.

મેળાને લઈ તંત્ર દ્વારા મંદિરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો