અંબાજી ખાતે આદિવાસી વિશ્વ દિવસની ઊજ‌વણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી | અંબાજીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બુધવારે કરવામાં આવી છે. જિલ્લાનાં પ્રયોજન વહિવટદાર એ.બી.પાંડોર, પ્રાંત અધિકારી બી.ડી વાઘેલા, મામલતદાર હકુભાઇ કોદરવીએ દિપપ્રગટાવીને ખુલ્લું મુક્યું હતું.

દાંતા અને અમીરગઢ તાલુકા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આદીવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. વિસ્તારની આદિવાસી શૈક્ષણીક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઉચ્ચ ટકાવારી લાવનારને પ્રમાણપત્ર સહિત શિલ્ડ અર્પણ કરાયાં હતા. આદિવાસી લોકોમાં ચડોતરા જેવી બદીને ડામવા અને વ્યસન મુક્ત બનવાં આગ્રહ કરાયો હતો. આદિવાસી અગ્રણી ગમારામ ખરાડી, લાધુભાઇ પારઘી, ભોજાભાઇ તરાલ, મહેન્દ્રભાઇ બુંમડીયા વિગેરે આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...