• Gujarati News
  • તલેટીના યુવકનો મૃતદેહ લઈ જવાનો પરિવારજનોનો ઇન્કાર

તલેટીના યુવકનો મૃતદેહ લઈ જવાનો પરિવારજનોનો ઇન્કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢતાલુકાના રબારણ ગામ પાસે રવિવારે જીપની ટક્કરે બાઇકચાલક આદિવાસી યુવકનું મોત નિપજ્યું હતું. પરંતુ મૃતકના દાંતા તાલુકાના તલેટી ગામના પરિવારજનોએ જીપચાલકે અકસ્માત કરી મોત નિપજાવ્યું હોવાનો આક્ષેપ કરી મૃતદેહનો કબજો લેવાનો ઇન્કાર કરતાં ચકચાર મચ જવા પામી છે.

બનાવની વિગત એવી છે કે, ઇકબાલગઢથી સુરેલા ગામ તરફ જતી જીપના ચાલકે રવિવારે રબારણ ગામ પાસે સામેથી આવતા બાઇકચાલકને ટક્કર મારી હતી. જેમાં બાઇકચાલક એવા દાંતા તાલુકાના તલેટી ગામના દાંનાભાઇ કેવળાભાઇ અંગારીનું ઘટના અનુસંધાનપાના નં-8 પર...મૃતદેહલેવા ઈન્કાર

સ્થળે મોત નિપજ્યું હતું. અંગે પોલીસને જાણ થતાં પોલીસે યુવકના મૃતદેહનું અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. કરાવી અકસ્માતે મોતનો ગૂનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્વજનોના ટોળેટોળાં આરોગ્ય કેન્દ્રમાં ઉમટી પડ્યા હતા. અને જીપચાલકે અકસ્માત કરી મારી નાંખ્યો હોવાના આક્ષેપ સાથે યુવકનો મૃતદેહ ઉપાડવાનો ઇન્કાર કરતાં ચકચાર મચી જવા પામી હતી.

{રબારણ ગામ પાસે જીપની ટક્કરે આદિવાસી યુવકનું મોત નિપજ્યું હતું