દાંતા | દાંતાતાલુકાના અડેરણથી વિદેશીદારૂ ઝડપાયો હતો. દાંતા પોલીસે વાઘાજી
દાંતા | દાંતાતાલુકાના અડેરણથી વિદેશીદારૂ ઝડપાયો હતો. દાંતા પોલીસે વાઘાજી જવાનજી ઠાકોરના ખેતરમાં તપાસ કરતા પરપ્રાંતિય વિદેશી દારૂની બોટલ નંગ 219 અને કવાટર 24 બોટલ મળી કુલ 29,100નો જથ્થો પકડાયો હતો. આરોપી રાત્રીના અંધારાનો લાભ લઇને ભાગી છુટ્યો હતો. દાંતા પીએસઆઇ એ.આર.વાળાએ પ્રોહિબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.