તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

}મા અંબાની પ્રાગટ્ય કથા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
}મા અંબાની પ્રાગટ્ય કથા

યાત્રિકોનો વીમો લેવાયો

આરાસુરીઅંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીથી 20 કિલોમીટર સુધીમાં પ્રવેશેલા યાત્રિકોનો વીમો લેવાયો છે.

પુરાણ કહે છે | પ્રજાપતિદક્ષે યોજેલા બ્રહસ્પતિસક નામના મહાયજ્ઞમાં જમાઇ ભગવાન શંકર સિવાય બધા દેવોને નિમંત્ર્યા હતા. બીજી બાજુ પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળી ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં દક્ષપુત્રી સતી દેવી પિતાને ત્યાં પહોંચી ગયાં. ત્યાં પિતાને મોઢે પતિની નિંદા સાંભળતાં તેમણે યજ્ઞકુંડમાં પડી પ્રાણ ત્યજી દીધો. શિવજીએ સતીદેવીના નિશ્ચેતન દેહ જોઇને તાંડવ આદર્યું અને સતીદેવના દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ઘુમવા માંડ્યા. ત્યારે આખી સૃષ્ટિમાં ધ્વંસ-નાસ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડીને સતીદેવીના નિશ્ચેતન દેહના ટુકડા કરી નાખ્યા. તેમના શરીરનાં ભાગ અને આભૂષણો 51 સ્થળો પર પડ્યા. સ્થળોએ એક ભાગ શક્તિ તથા એક ભાગ ભૈરવ ટચુકડાં સ્વરૂપો ધારણ કરી સ્થિર થયાં. અંબાજી તેમાંનું સ્થળ છે.

તંત્ર-ચુડામણિકહે છે|51 મહાપીઠોમાંઉલ્લેખાયેલ આરાસુર-અંબાજીમાં દેવી સતીના હૃદયનો અને અર્બુદાચલ (માઉન્ટ આબુ)પર્વત પર અધર(હોઠ) ના ભાગ પડ્યા હતા.

દેવીભાગવતકહે છે | અગ્નિદેવીનીકૃપાથી મહિષાસુર ત્રણે લોકમાં ત્રાસ વર્તાવતો હતો. તેનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી. તે સમયે એક તેજ પ્રગટ થયું અને આદ્યશક્તિ માતાજી પ્રગટ થયાં. દાનવનો સંહાર કરતાં તેઓ મહિષાસુર મર્દિની કહેવાયાં.

કલેકટર, બનાસકાંઠા 9978406204

નિવાસીઅધિક કલેકટર 9978405176

જિલ્લાવિકાસ અધિકારી 9978406276

પોલીસઅધિક્ષક (બ.કાં.) 9978405065

નાયબકલેકટર અને સબડીવી.મેજી. 9978405206

વહીવટદારઅંબાજી 9429191404

અંબાજીમાતા મંદિર 252930,264536અંબાજીગ્રામ પંચાયત 262146

જીઇબીદાંતા 278136,9925212262

જીઇબીઅંબાજી 262177,264700

અંબાજીપોલીસ સ્ટેશન 264599

કોટેજહોસ્પિટલ અંબાજી 262155જીઇબીઅંબાજી 262177,264700

મામલતદારદાંતા 278134

ટીડીઓદાંતા 278135

અંબિકાવિશ્રામગૃહ 262143

ઉપયોગી અગત્યના નંબર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો