તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ ગરમાવો પ્રસર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યાત્રાધામઅંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીને તેમાં પણ સરપંચની સામાન્ય સીટને લઇ અંબાજીના રાજકારણમાં ભારે ગરમાવો પ્રસરી જવા પામ્યો છે. આગામી આઠમી એપ્રિલે યોજાનારી ચૂંટણી પ્રક્રિયાને લઇ દાંતા મામલતદાર કચેરી ખાતે બે દિવસમાં સરપંચ પદ માટે પાંચ અને સદસ્યો માટે છવ્વીસ જણાએ પોતાની દાવેદારી નોંધાવી છે.

18 વોર્ડ અને સાડાબાર હજાર જેટલુ મતદાન ધરાવતી અંબાજીની ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત સરપંચ તરીકે સામાન્ય સીટ જાહેર થતાંજ અંબાજીના રાજકારણમાં ભારે ગરમાવો પ્રસરી જવા પામ્યો છે. ગ્રામ પંચાયત સરપંચનું સિહાસન કબજે કરવા રાજકીય મહારથીઓમાં જાણે હોડ જામી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આગામી આઠમી એપ્રિલે યોજાનાર મતદાન પ્રક્રિયાને લઇ અંબાજીનું સોશિયલ મિડીયા પણ જાણે અત્યારથી વેગવંતુ બન્યું છે. ચૂંટણીમાં દાવેદારી નોંધાવવાની શરૂઆત થઇ ગઇ છે. તો બીજી તરફ મતદારોને અંકે કરવાની યોજના પણ અત્યારથીજ બીછાઇ જતાં મતદારોને પણ અત્યારથીજ બખ્ખા થઇ પડી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે.

બે દિવસમાં સરપંચ તરીકે પાંચ અને સદસ્યોના છવ્વીસ ફોર્મ ભરાયા હોવાનુ દાંતાનાયબ મામલતદાર માવજીભાઇ કોદરવીએ જણાવ્યું હતું. જોકે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 માર્ચ અને ફોર્મ પરત ખેંચવાની તારીખ 25 માર્ચ હોવાનું તેમણે ઉમેર્યું હતું. જેને લઇ હજુ પણ સરપંચ અને સદસ્યોના ફોર્મ ભરવામાં પણ મોટા આંક ઉમેરાય તેવુ જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો