• Home
  • Uttar Gujarat
  • Palanpur District
  • Danta
  • દાંતા તાલુકામાં વિશ્વ આદિવાસી દિનની ઊજવણીમાં તેજસ્વી છાત્રોને શિલ્ડ અપાયા

દાંતા તાલુકામાં વિશ્વ આદિવાસી દિનની ઊજવણીમાં તેજસ્વી છાત્રોને શિલ્ડ અપાયા

દાંતા તાલુકામાં વિશ્વ આદિવાસી દિનની ઊજવણીમાં તેજસ્વી છાત્રોને શિલ્ડ અપાયા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:25 AM IST
દાંતા : દાંતા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી કુંવારસી ખાતે કરવામાં આવી હતી. જેને દાંતા મતવિસ્તારનાં ધારાસભ્ય કાંતીભાઇ ખરાડીએ દિપપ્રગટાવીને ખુલ્લું મુક્યું હતું. આ પ્રસંગે આદીવાસી વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને આ વિસ્તારની આદિવાસી શૈક્ષણિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઉચ્ચ ટકાવારી લાવનારને પ્રમાણપત્ર સહિત શિલ્ડ અર્પણ કરાયાં હતા. આ વિસ્તારનાં આદીવાસી લોકોમાં ચડોતરા જેવી બદીને ડામવાં અને વ્યસન મુક્ત બનવાં આગ્રહ કરાયો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવાયું કે સરકાર પહેલાં ધોરણથી અનુસ્નાતક સુધીનાં અભ્યાસ માટે તમામ ખર્ચ સરકાર ભોગવતી હોય ત્યારે યુવાનોએ ભણવામાં ધ્યાન આપવું તેવું પણ સુચન કરાયું હતું. આ ઊજવણી પુર્વે આદીવાસી લોકોમાં જનજાગૃતી માટે માંકડીથી 200 ઉપરાંત લોકોએ બાઇક રેલી પણ યોજી હતી. જે રેલીએ સમગ્ર તાલુકામાં પરીભ્રમણ કર્યું હતું.

X
દાંતા તાલુકામાં વિશ્વ આદિવાસી દિનની ઊજવણીમાં તેજસ્વી છાત્રોને શિલ્ડ અપાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી