તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Danta
  • Danta દાંતાના ઉદાવાસ પ્રા. શાળામાં શિક્ષકોની અનિયમિતા મુદ્દે સરપંચ દ્વારા રજૂઆત

દાંતાના ઉદાવાસ પ્રા. શાળામાં શિક્ષકોની અનિયમિતા મુદ્દે સરપંચ દ્વારા રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતા | દાંતા ના જોધસર ગૃપ ગ્રામ પંચાયતની ગુરુવારે ગ્રામસભા યોજાઇ હતી. જેમાં ઉદાવાસ પ્રાથમિક શાળામાં શિક્ષકોની અનિયમિતતા તેમજ બાળકોને મધ્યાહન ભોજનનું મેનું પ્રમાણેનું ભોજન અપાતું ન હોવાના આક્ષેપ સાથે સરપંચ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ છે.

શાળામાં બાળકોને મેનું પ્રમાણે ભોજન ન અપાતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ, ખોટી હાજર પુરાતી હોવાની રાવ
દાંતા તાલુકાની જોધસર ગ્રુપ ગ્રામ પંચાયતની ગુરૂવારે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે ઉદાવાસ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક સહિત અન્ય શિક્ષકો અનિયમિત રહે છે, તેમજ શિક્ષકો દુરદુરથી અપડાઉન કરે છે, અને શાળામાં બાળકોને મધ્યાહન ભોજનમાં મેનું પ્રમાણે ભોજન આપવામાં આવતું નથી. જેના કારણે શાળામાં બાળકોની સંખ્યા ૨૦ ટકા પણ રહેતી નથી. અને શાળામાં ખોટી-ખોટી હાજરીઓ પુરાય છે.

અન્ય સમાચારો પણ છે...