તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Danta
  • Danta દાંતાના ધામણવામાં ચડોતરૂ કરી લૂંટ મચાવતા 20 સહિત ટોળા સામે ફરિયાદ

દાંતાના ધામણવામાં ચડોતરૂ કરી લૂંટ મચાવતા 20 સહિત ટોળા સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | દાંતા તાલુકાના હડાદ પાસે આવેલ ધામણવા ગામે 20 સહિત ના 30 થી 40 ના ટોળાએ લૂંટ મચાવી તોડફોડ કરી અને ખેતરના ઉભા પાકને નુકસાન કર્યું હતું.જે બાબતે હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી .

ધામણવા ગામે 20 સહિતના 30 થી 40 જેટલા શખ્સઓના ટોળાએ હથિયારો લઇ અને ચડોતરું કરી વાલજીભાઈ અરજણભાઇ ખૈરના ઘરે જઈ અને જાસાધમકી આપી હતી. તેમજ તેમના ઘરોમાં ધાડ પાડી તોડફોડ કરી હતી અને અન્ય એક જણ રમતુભાઈના ઘરમાં પડેલા ચાંદીના પગમાં પહેરવાના કડા બેજોડી નંગ-4 આશરે 48 તોલાના કિંમત રૂપિયા 20 હજારના તેમજ સર- સામાન મળી આશરે કિંમત રૂપિયા 25 હજારની લૂંટ કરી હતી. તેમજ વાલજીભાઇ અને અન્ય લોકોના ખેતરમાં ઉભેલા પાકને નુકસાન કર્યું હતું અને કુવા પર લગાવેલા કેબલો તેમજ પાઇપો કાપી નાખી હતી અને દેવાભાઇ હસનભાઇ ખૈર અને કાંતિભાઈ નાથાભાઈ ખૈરના ઘરે પણ તોડફોડ કરી અને ઘરવખરીના સામાનની લૂંટ ચલાવી હતી. જેમાં રૂપિયા 25 હજાર મળી ધાડ પાડી અને લૂંટ કરી હતી જે બાબતે વાલજીભાઇએ હડાદ પોલીસ મથકે 20 તેમજ 30 થી 40 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી .

આરોપીના નામ વાંચો-પેજ-2 પર
અન્ય સમાચારો પણ છે...