લક્ષ્મીપુરા શાળા પાસે પાણી ભરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા :તાલુકાના બ્રાહ્મણવાડા ખાતે આવેલ લક્ષ્મીપુરા વિસ્તારની પ્રાથમિક શાળા પાસે હાલમાં વસાદ પડતા પાણીનો ભરાવો થઇ જતા બાળકોને માટે ભારે હાલાકી સર્જાઇ છે. હાલમાં ગામમાં સારો વરસાદ પડી રહ્યો છે જેથી ગ્રામજનો આનંદીત છે પણ શાળામાં ભણતા બાળકો પરેશાનીમાં મૂકાયા છે. પરા વિસ્તારની ધોરણ 1થી 5 સુધીની શાળાની આજુબાજુમાં સીસીરોડ થઇ જતા પાણી જવાનો માર્ગ રહ્યા હોઇ વરસાદનું પાણી ભરાઇ રહ્યુ છે. સામાન્ય વરસાદ થાય તો પણ પાણી ભરાઇ જાય છે. બાળકોને પાણીમાં થઇને આવવું જવું પડી રહ્યું છે. શાળા આજુબાજુ પાણી ભરાઇ રહે અને વધારે વરસાદ પડશે તો બેટ જેવી સ્થિતિ બની જશે અને શાળા પણ બંધ રાખવી પડેશે તેવી ભીતિ ગામલોકો વ્યક્ત કરી રહ્યા છે. ગામના ઉપસરપંચને રજૂઆત કરાઇ હોવાનું ગામ લોકોએ કહ્યું હતું.ગામના ઉપ સરપંચ મદારજી ઠાકોરે જણાવ્યું હતું કે શાળાની પાછળ થઇને સીમ વિસ્તારમા પાણી નીકળી જાય તેવી વ્યવસ્થા અગાઉ કરાઇ હતી પણ વારંવાર પાણીના માર્ગને બંધ કરી દેવાતો હોઇ સમસ્યા સર્જાય છે. અંગે ગ્રામપંચાયતનું ધ્યાન દોરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...