- Gujarati News
- દબાણો હટતા મણીયારી સરપંચ બાદ ઉપસરપંચને પણ સસ્પેન્ડ કરી દેવાયા
દબાણો હટતા મણીયારી સરપંચ બાદ ઉપસરપંચને પણ સસ્પેન્ડ કરી દેવાયા
ચાણસ્માતાલુકાના મણીયારી ગ્રામપંચાયતના સરપંચ અને સભ્યોને ગૌચરના દબાણ હટાવવામાં નિષ્ફળતા અને અન્ય મામલામાં હોદ્દા પરથી દૂર કરી દેવાયા છે જ્યારે ગ્રામ પચાયતમાં વહીવટદાર તરીકે તાલુકા પંચાયતના સિનિયર ક્લાર્કની નિયુક્તિ કરાઇ હોવાનુું સૂત્રોએ કહ્યું હતું.
ચાણસ્મા તાલુકાના મણીયારી ગામે સરપંચ દબાણ મામલે સસ્પેન્ડ કરી દેવાયા હતા તેમજ ઉપસરપંચ જડીબેન ગણેશભાઇ પટેલને સરપંચનો ચાર્જ સોંપાયો હતો પરંતુ તેઓ પણ દબાણો હટાવી શકતા તેમજ પંચાયતના સભ્યો સામે ગેરકાયદેસર બાંધકામ બાબતે રજુઆતો થઇ હોઇ તેઓને પણ સસ્પેન્ડ કરી દેવાતા આખી ગ્રામપંચાયત ખાલી થઇ જવા પામી છે. તંત્ર દ્વારા તાલુકા પંચાયતના સિનીયર કારકુન ...અનુસંધાનપાન 8
દબાણો હટતા
યશવંતભાઇએચ. પટેલને બીજો આદેશ થાય ત્યાંસુધી ગ્રામપંચાયતના વહીવટદારનો ચાર્જ અપાયો હોવાનુ઼ ઇન્ચાર્ડ ટીડીઓ અલ્પેશકુમાર પંડયાએ જણાવ્યુ઼ હતું.સસ્પેન્ડ કરાયેલાઓમાં ઉપસરપંચ જડીબેન પટેલ,સભ્યો પ્રવીણભાઇ પટેલ, સર્જનકુમાર સુથાર, જેઠાભાઇ પટેલ, ડાહીબેન પટેલ,મોહનભાઇ પટેલ તેમજ કાન્તીભાઇ પટેલનો સમાવેશ થાય છે.