ચાણસ્મામાં મજૂર મહાજન સંઘના 101 મા સ્થાપના દિવસની ઊજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મામાં મજૂર મહાજન સંઘના 101 મા સ્થાપના દિવસની ઊજવણી

ચાણસ્મા : રાષ્ટ્રપિતામહાત્મા ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા મજૂર મહાજન સંઘને 100 વર્ષ પૂર્ણ થતાં સંસ્થા દ્વારા તાજેતરમાં 101મા સ્થાપના દિવસની ભવ્ય ઊજવણી કરી હતી. જેમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત નિવૃત ચીફ સેક્રેટરી પી.કે.લહેરીએ જણાવ્યું હતું કે, મજૂર મહાજન સંઘનો રાજ્યના કામદારોના કલ્યાણમાં ખૂબ મોટો ફાળો રહેલો છે. સેવા સંસ્થાનાં સ્થાપક ઇલાબેન ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પી.કે. લહેરી, સંઘના પ્રમુખ રમણલાલ પટેલ, પ્રધાનમંત્રી અમર બારોટ તેમજ ચાણસ્માના વતની અને સંઘના મંત્રી એડવોકેટ મહેન્દ્રભાઇ દેસાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચનમાં તેમણે સંઘ દ્વારા ચાલતી મજૂર કલ્યાણ પ્રવૃતિનો વિસ્તારથી ખ્યાલ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...