તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિક્ષાચાલકની નજર ચૂકવી ગઠિયાઓએ બે મોબાઈલ ચોર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાનીપાલાવાસણા ચોકડીએ ઊભેલી રિક્ષાના ચાલક અન્ય મુસાફરો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમની રિક્ષામાં બેસેલા બે અજાણ્યા ગઠિયા સ્ટીયરિંગ પાસે મૂકેલા બે મોબાઈલ ચોરી ગયા હતા.

ચાણસ્મા તાલુકાના પીંપળ ગામના અનિલભાઈ કનુભાઈ વાલ્મિકી જીજે-24-ડબલ્યુ-0298 નંબરની રિક્ષા લઈને શનિવારે બપોરે મહેસાણાની પાલાવાસણા ચોકડી નજીક ઊભા હતા. તેઓ અન્ય મુસાફરો સાથે વાતચીત કરતા હતા ત્યારે રિક્ષામાં બેસેલા બે અજાણ્યા ગઠિયા તેમની નજર ચૂકવીને સ્ટીયરીંગ પાસે મૂકેલા રૂ.13 હજારની કિંમતના બે મોબાઈલ ચોરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...