તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૈાચાલયો ગુણવત્તાયુક્ત બને તેની તકેદારી રાખો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્માતાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં પદાધિકારીઓ દ્વારા તાલુકામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચાલી રહેલા શૈાચાલયના કામો ગુણવત્તાયુક્ત થાય તે માટે પૂરતી તકેદારી રાખવા પંચાયતના અધિકારીઓને સૂચના અપાઇ હતી.

ચાણસ્મા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ભાથીજી ઝાલાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં હાલમાં પ્રગતિમાં ગટર લાઇન, વીજળીકરણ, જિલ્લા આયોજન સહિતના કામોની સમીક્ષા કરાઇ હતી. જયારે પંચાયત દ્રારા કરાયેલા ખર્ચને બહાલી અપાઇ હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૈાચાલયના કામો ગુણવત્તાયુક્ત થાય તે માટે પૂરતી તકેદારી રાખવા પણ અધિકારીઓને સૂચના અપાય તે અંગે ચર્ચા કરાઇ હતી. બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી યશવંત પટેલ, કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહી વિકાસ કામો અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

ચાણસ્મા તા.પં. કારોબારીમાં સૂચના

અન્ય સમાચારો પણ છે...