• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાણસ્મામાં ગોગા બાપાનો હેપ્પી બર્થ ડે ઊજવાયો, છપ્પનભોગ, હિંડોળાદર્શન

ચાણસ્મામાં ગોગા બાપાનો હેપ્પી બર્થ ડે ઊજવાયો, છપ્પનભોગ, હિંડોળાદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદરવાસુદ ચૌદશ અનંત ચતુદર્શીએ ભક્તો દ્વારા સદીઓથી ભગવાન શેષનારાયણ ગોગા મહારાજના જન્મ દિવસ તરીકે ઉજવણી કરાય છે. તે મુજબ, ચાણસ્માના જૂના રબારીવાસમાં આવેલા ગોગા બાપાના 5200 વર્ષ પ્રાચીન મંદિરે ગુરુવારે રાત્રે ગોગા બાપાના બર્થ ડેની કેક કાપીને ભવ્ય ઊજવણી કરાઇ હતી. પ્રસંગે યોજાયેલા છપ્પનભોગ સહિતના ધાર્મિક પ્રસંગોનો નગરજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

ગોગા બાપાના પરમ ઉપાસક મહેન્દ્રભાઇ અમથાભાઇ દેસાઇ, પુજારી હસમુખગીરી ગોસ્વામી, ગોગા મહારાજ પરિવારના હિતુ દેસાઇ સહિત ગોગા મહારાજ પરિવાર દ્વારા બાપાને છપ્પનભોગ મનોરથ, રૂ.10ના ચલણી સિક્કાનો શણગાર તેમજ વર્ષના 365 દિવસ પ્રમાણે 365 દીવાનો દીપયજ્ઞ કરાયો હતો. ગોગા બાપાના જન્મ દિવસની કેક કાપીને મહાઆરતી કરાઇ હતી. પ્રસંગે બોલ મારા ગોગા જય જય ગોગાના જયનાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શહેરીજનોએ ભગવાનને હિંડોળે ઝુલાવવાનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી. પ્રસંગે નગરના અગ્રણી ર્ડા. વિરમભાઇ ઓઝા, ર્ડા. કનુભાઇ પટેલ, આચાર્ય સુરેશભાદ દેસાઇ સહિતે હાજરી આપી હતી.

ચાણસ્મામાં ગુરુવારે રાત્રે ગોગા મહારાજના મંદિરે ગોગા બાપાના જન્મ દિવસની ઊજવણી નિમિત્તે છપ્પનભોગ ધરાવાયો હતો. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...