• Gujarati News
  • ચાણમાતાલુકાના ધરમોડા ગામના રહીશોએ દારૂબંધી લાગુ કરી સ્વૈચ્છીક રીતે

ચાણમાતાલુકાના ધરમોડા ગામના રહીશોએ દારૂબંધી લાગુ કરી સ્વૈચ્છીક રીતે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણમાતાલુકાના ધરમોડા ગામના રહીશોએ દારૂબંધી લાગુ કરી સ્વૈચ્છીક રીતે નીતિનિયમો બનાવી અમલ શરૂ કરતાં સામાજિક જાગૃત્તિ સાચા અર્થમાં પ્રેરણારૂપ બની છે. પડખે આવેલા સેઢાલ ગામમાં પણ ગ્રામજનોએ ધરમોડાનું સારુ અનુકરણ કરીને દારૂને ગામવટો આપવાનો નિર્ણય કર્યો છે. દારૂ ગાળનાર, સેવન કરનારને દંડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

સોમવારે સાંજે સેેઢાલ ગામે ગોંદરાના ચોતરામાં આખુ ગામ ભેગુ થયું હતું. જેમાં ગ્રામજનો દ્વારા ધરમોડા જો દારૂબંધી કરી શકતુ હોય તો આપણું ગામ કેમ નહીં\\\'\\\' તેવો મુદ્દો ઉઠાવી ચર્ચા કરતાં જેના પગલે ધરમોડા જેવા કડક નિયમો બનાવી દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા નિર્ણય કરાયો હતો. જેમાં તમામ કોમોના અગ્રણીઓ સરપંચ કાળાજી ઠાકોર, પૂર્વ તાલુકા સદ્સ્ય દિવાનજી તેમજ ધરમોડા ગામના કપુરજી, ભુવાજી ઇશ્વરભાઇ દેસાઇ, બ્રહ્મ સમાજ અગ્રણી રાજુભાઇ દવે સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અગ્રણી કપુરજી ઠાકોર અને રાજુભાઇ દવેએ જણાવ્યું હતું કે, અમે સેઢાલ પછી ખારીઘારીયાલ ગામે પણ દારૂની બદી દૂર થાય અને દારૂબંધીનો ચુસ્ત અમલ થાય તે માટે આગેવાનોને સમજાવી બદીમાંથી મુક્ત કરવા પ્રયાસ કરીશું તેમ જણાવ્યું હતું.