• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ધિણોજ ગ્રા.પં.ની સામાન્ય સભામાં વિકાસના કામો અંગે ચર્ચા કરાઇ

ધિણોજ ગ્રા.પં.ની સામાન્ય સભામાં વિકાસના કામો અંગે ચર્ચા કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા | ચાણસ્માના ધિણોજ ગ્રા.પં.ના નવ નિયુકત મહિલા સરપંચ કૈલાશબેન નાનજીભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને શ્રમ સામાન્ય સભા પંચાયતના સભા હોલ ખાતે મળી હતી. જેમાં ગામના સર્વાંગી વિકાસના કામો થકી ગામનો વિકાસ થાય તે મુદ્દા ઉપર ચર્ચા કરી પંચાયત સદસ્યોના સુચનો લઇ તેની વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. ગામના અગ્રણી મહેશભાઇએ ગામમાં પ્રવેશતા ખાનગી વાહનો લારીઓ થકી થતા દબાણો સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ હતી. ગામની સીમનું તળાવ ભરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા અંગે ચર્ચા કરાઇ હતી. લોકો દ્વારા વેરા વસુલાતમાં સહકાર મળે તો ધિણોજ સ્વચ્છ અને સુંદર ગામ બને તે માટે વોર્ડ દિઠ પંચાયત સદસ્યો જે તે વિસ્તારમાં ખાસ ધ્યાન રાખી યોગ સહકાર આપી તેવી ટકોર સરપંચ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...