• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • બ્રાહ્મણવાડામાં પુત્રની તંદુરસ્તી માટે માતાઓએ \"દોટ\' લગાવી

બ્રાહ્મણવાડામાં પુત્રની તંદુરસ્તી માટે માતાઓએ \"દોટ\' લગાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્માતાલુકાના બ્રાહ્મણવાડા ગામે પરિવારમાં પ્રથમ સંતાનમાં પુત્ર જન્મની વધામણીરૂપે હોળી નિમિત્તે ઝેમનો પ્રસંગ ઉજવાય છે. પરંપરા મુજબ રવિવારે હોળીના દિવસે 11 પુત્રરત્નોની ઝેમ ભારે ઉત્સાહથી કરવામાં આવી હતી. જેમાં બાળકની માતાઓએ સંતાનની તંદુરસ્તીની કામના માટે દોટ લગાવવામાં આવી હતી.

ઝેમની પરંપરા મુજબ જે પરિવારના પ્રથમ સંતાનની ઝેમ હતી તેવા પરિવારો ઘરેથી વાગતા ઢોલે પરિવાર સાથે ગામના ચોકમાં ભેગા થયા હતા. ત્યાંથી ગામના નાકે આવેલા જોગણીયા માતાજીના ગામગોર દ્વારા પુત્રરત્નની માતાઓ પાસે પૂજા કરાવવામાં આવી હતી. બાદમાં ભૂદેવ દ્વારા પુત્રની માતાના ખોળામાં શ્રીફળ મુકવામાં આવ્યા હતા અને બંને હાથ રૂમાલ વડે બાંધી તમામ માતાઓએ જોગણીયા માતાજી મંદિરથી 200 મીટર છમીસા રોડ ઉપર આવેલા બ્રહ્માણી માતાજીના મંદિર સુધી દોટ લગાવી હતી. ગામલોકોની શ્રદ્ધા મુજબ, દોટમાં જે માતા પ્રથમ આવે તેનું સંતાન હોંશિયાર અને નિરોગી રહે છે તેવી માન્યતા હોવાનું ગામના અગ્રણી દલસંગભાઇ ચૌધરી અને ધીરૂભાઇ ચૌધરીએ જણાવ્યું હતું. પ્રસંગને સફળ બનાવવા ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અનોખી ઝેમ દોડ સ્પર્ધા જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

11 મહિલાએ ખોળામાં શ્રીફળ મૂકી રૂમાલથી બંને હાથ બાંધી મંદિરે દોટ લગાવી હતી.

ચાણસ્મા પંથકમાં હોળી નિમિત્તે \\\"ઝેમ\\\'પરંપરા

પ્રથમ પુત્રના જન્મ પ્રસંગે 11 મહિલાઓએ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...