તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાણસ્મા મામલતદાર કચેરીમાં વ્યવસ્થાના અભાવે હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળાકોલેજોનું વેકેશન પૂરું થયા બાદ અન્ય અભ્યાસક્રમમાં જાતિ, આવક, ક્રિમીલીયર પ્રમાણપત્ર મેળવવા અને સોગંદનામું કરવા માટે ચાણસ્મા મામલતદાર કચેરીએ ધસારો વધતાં ભીડ જામી રહી છે. પણ પીવાના પાણી સહિતની જરૂરી વ્યવસ્થાના અભાવે અરજદારોને મુશ્કેલીઅો સહન કરવી પડી રહી છે.

ચાણસ્મા મામલતદાર કચેરી દ્વારા છાંયડા અને પીવાના પાણીની કોઇ વ્યવસ્થા નથી. જયારે તાલુકા પંચાયત ખાતે પણ જવાબદાર અધિકારીઓ હાજર રહેતા દુર દુરથી આવતા લોકોને ધરમધકકા ખાવાનો વારો આવે છે. અંગે મેસરાના પ્રહલાદજી ઠાકોર અને ધિણોજના રામસંગભાઇ ચૌધરીએ જણાવ્યુ કે આવક, ક્રિમિલિયર દાખલા લેવા માટે સવારના લાઇનમાં ઉભા રહીએ છીએ. તંત્ર તરફથી માથાફોડ તડકો પડતો હોવા છતા નથી છાંયડાની વ્યવસ્થા કે નથી પીવાના પાણીની વ્યવસ્થા. અગ્રણી રાજુલ પટેલે મામલતદારને વધારાના કોમ્પ્યુટર મુકી દાખલા કાઢવાની અને છાયડા માટે શેડની વ્યવસ્થા કરવા રજૂઆત કરાઇ હતી.

બહાર પીવાના પાણીની વ્યવસ્થા કરાશે

મામલતદારડી.એન. પટેલે જણાવ્યું કે, હાલમાં એટીવીટીમાં ત્રણ કોમ્પ્યુટર મુકી દાખલા લેવા આવતા લોકોનું કામ કરવામાં આવે છે. પીવાના પાણીની વ્યવસ્થા અંદર છે જ, છતાં બહાર પણ કરી આપવામાં આવશે.

પાણીની સગવડ નથી, તડકામાં ઉભા રહેવું પડે છે

અન્ય સમાચારો પણ છે...