ચાણસ્મા ગોગા મહારાજના મંદિરે નાગ પંચમીનો લોકમેળો ભરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારેનાગપંચમી નીમિત્તે ચાણસ્મા શહેર સહિત જિલ્લામાં અનેક સ્થળોએ લોકમેળા ભરાશે. ચાણસ્માના જૂના રબારીવાસમાં બિરાજમાન 1200 વર્ષ પ્રાચીન શેષનારાયણ ગોગા મહારાજના પવિત્ર સ્થાનકે પણ નાગપંચમીનો ભવ્ય લોકમેળો ભરાશે. જેમાં સમગ્ર ચાણસ્મા, મોઢેરા, બહુચરાજી પંથકમાંથી માલધારી સહિત અઢારેય વરણના લોકો કળિયુગના દેવ ગોગા મહારાજના દર્શને ઊમટી પડશે.

ચાણસ્મા નગરની થાંભલી મૂકાઇ તે સમયના જૂના રબારી નેસડામાં આવેલા ગોગા મહારાજના હાલના મંદિરનો ગોગા બાપાના પરમ ઉપાસક જોરાભા અને તે પછી તેમના પુત્ર અમથાભાઇ દેસાઇ દ્વારા જીર્ણોદ્ધાર કરાયો હતો. હાલમાં આરસપહાણમાં મઢાયેલા સ્થાનકમાં ગોગા મહારાજની સાથે જેથી સિકોતર સહિતના દેવ-દેવીની સ્થાપના કરાઇ છે. સદીઅો જૂના સ્થાનકે પરંપરા મુજબ શનિવારે નાગપંચમીનો લોકમેળો ભરાશે. ગોગા મહારાજના ભુવાજી મહેન્દ્રભાઇ દેસાઇ એડવોકેટના જણાવ્યા મુજબ, ગોગા મહારાજ પરિવાર દ્વારા નાગપંચમી નિમિત્તે સવારે 7 વાગે લઘુરુદ્ર યજ્ઞ યોજાશે. ત્યાર બાદ સવારે 10 વાગે ધ્વજારોહણ કરાશે. અત્રે ગોગા બાપાના દર્શને આવતા દરેક શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરાઇ છે. અા દિવસે ચાણસ્મા, મોઢેરા, બહુચરાજી, લણવા, હારિજ સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી હજારો શ્રદ્ધાળુઓ કુલેર, શ્રીફળનો પ્રસાદ સાદર કરી જીવનની ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...