• Gujarati News
  • ચાણસ્મા ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ચાણસ્મા

ચાણસ્મા ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ચાણસ્મા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ચાણસ્મા ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે કલેકટર એચ.એન. ઠક્કરની અઘ્ય ાતામાં તાલુકા ક ાાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકાના ૧પ અરજદારોના મહેસુલ, પુરવઠા, બીપીએલ યાદીમાં નામ સમાવવા સહિતની રજૂઆતો અરજદારો પાસેથી કલેકટરે સાંભળી હતી. જવાબદાર અધિકારીઓને પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના અપાઇ હતી. સરકારની વિધવા સહાય, સંકટ મોચન યોજના સંદર્ભે ઠાકોર શોભના રાજુજી રહે. ચાણસ્મા, ધર્મિષ્ઠાબેન મિસ્ત્રી રહે. ચાણસ્માને રૂ. ર૦ હજારનો સહાયનો ચેક કલેકટર દ્વારા વિતરણ કરાયો હતો. મમાલતદાર કૌશિક મોદી, તાલુકા વિકાસ અધિકારી ગઢવી, પાલિકા મુખ્ય અધિકારી સુરેશ મોદી, તાલુકા કેળવણી નિરી ાક સરોજબેન પટેલ, વનવિભાગના અધિકારી રાજપૂત સહિત અધિકારીઓ ઉપસ્થિત રાાં હતા.
ચાણસ્મામાં સધી માતાજીનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ચાણસ્મા ચાણસ્મા ઉગમણા દરવાજા બહાર ડોડીયાવાસમાં આવેલા સધી માતાજીના મંદિરનો જિણર્ોદ્ધાર કરાતાં મહોત્સવનો મંગળવારે ધામધૂમથી શુભારંભ થયો હતો. જેમાં સહભાગી બનવા અમદાવાદ, સુરત સહિત ધંધાર્થે અન્યત્ર વસતા ડોડીયા પરિવારો આવી પહોંરયા હતા. મહોત્સવ દરમિયાન લોક ગાયિકા કવિતા દાસના ડાયરાનું આયોજન કરાયું હતું. બુધવારે માતાજીની શોભાયાત્રા મુખ્ય બજારમાં ફરી સ્ટેશન થઇ મંદિરે પહોંચી હતી. જેમાં હાથી, ઘોડાની સવારીએ આકર્ષણ જમાવ્યું હતું. જયારે બપોરે૧૨-૩૯ કલાકે માતાજીની મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરાતાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાઇ હતી.
ચાણસ્મા પાલિકાની સામાન્ય સભામાં કામો અંગે ચર્ચા ચાણસ્મા નગરપાલિકાની સામાન્ય સભાને મહિના પછી મંગળવારે મળી હતી. જેમાં ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદે સત્તારૂઢ થતાં આનંદ અનુભવતાં આવકારતો ઠરાવ કરાયો હતો. તેમજ વિકાસના કામો હવે ઝડપી હાથ ધરી સમય મર્યાદામાં પૂરાં કરવા ચર્ચા કરાઇ હતી. બેઠકમાં પાલિકા પ્રમુખ ગોવિંદજી ઠાકોર, ઉપપ્રમુખ સુરેશ ભગત, કારોબારી સુનિલભાઇ પટેલ, પાલિકાના સભ્યો અને મુખ્ય અધિકારી હાજર રાા હતા.
ન્યૂઝ ઇનબોકસ