તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્માના ઉબડ ખાબડ રોડથી શહેરજનો વાહન ચાલકો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવા અગ્રણીએ પાલીકામાં રજૂઆત કરી

હાલમાસરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારો ના રોડોનું નવિનીકરણ થઇ રહ્યુ.પરંતુ ચાણસ્મા શહેરના પાજરાપોળ વિસ્તાર લાલેશ્વર બાજૂની હાઇવે સહિત મુખ્ય બજારના રસ્તાઓની હાલત દયનીય થવા પામી છે. ભૂગર્ભ ગટર અને પાણીથી પાઇપ લાઇન નાંખ્યા બાદ તંત્ર દ્વારા રોડ તોડ્યા પછી રોડની ભંગાર હાલત થયા બાદ શહેરીજનો અને વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ સમસ્યા ઉદ્દભવી છે. જે અંગે યુવા અગ્રણી રાજૂલભાઇ પટેલે રોડોનું કામ તાત્કાલીક કરવા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જે અંગે રાજૂલ પટેલે જણાવ્યુ હતું કે છેલ્લા 1 વર્ષથી ચાણસ્મા ના સ્ટેશન રોડ સહિત કેટલાક વિસ્તારોના રોડ પાઇપ લાઇન નાખ્યા તોડવા બાદ રીપેરીંગ કરાતા કે નવો રોડ પણ બનાવતા શહેરીજનો અને વાહન ચાલકો પરેશાની નો ભોગ બની રહ્યા છે. જે અંગે શહેરીજનોની રજૂઆતને પગલે પાલિકાને તાત્કાલિક ધોરણે રોડ બનાવવા રજુઆત કરાઇ છે.

જયારે અંગે પાલિકા પ્રમુખ કલ્પેશ પરમારે જણાવ્યુ હતું કે નવા રોડ બનાવવા ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી. ટુંક સમયમાં ચાણસ્માના બાકી વિસ્તારના રોડ નું નવીની કરણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો