તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • પ્રેમીપંખીડાંઓને શોધવા ચાણસ્મા આવેલા શખ્સો બાળકચોરમાં ખપી પિટાતાં બચ્યા

પ્રેમીપંખીડાંઓને શોધવા ચાણસ્મા આવેલા શખ્સો બાળકચોરમાં ખપી પિટાતાં બચ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાથી ભાગેલા યુવક-યુવતીને શોધવા આવેલા યુવકના પરિવારજનોએ ચાણસ્મા ખાતે પીપી પટેલ હાઈસ્કૂલ પાસે કારમાં બાળકોને મુકવા માટે આવેલા સરદારપુરા ગામના માતા-પુત્રને અટકાવતાં તેને લઈને ભારે હોબાળો મચ્યો હતો અને આવેલા શખ્સો બાળક ઉઠાવગીર હોવાનું માની લોકો રોષે ભરાયા હતા. જો કે, મેથીપાક ચખાડે તે પહેલા મામલો પોલીસ સ્ટેશને જતાં અને ગેરસમજ બહાર આવતા બંને પક્ષો વિખરાયા હતા.

સરદારપુરા ગામના પૂર્વ સરપંચ અને આગેવાન મોતીભાઇ રબારીના પુત્ર રીતેશભાઈ તેમના બે બાળકો રીયા અને આર્યનને શુક્રવારે સવારે ચાણસ્મા ખાતે પીપી પટેલ હાઇસ્કૂલ ખાતે મૂકવા આવ્યા ત્યારે તેમની કાર શાળા પાસે પહોંચતાં તેનો પીછો કરીને મારુતિ લકઝુરીયસ ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ કારની અંદર જે લોકો બેઠેલા છે તેને અમારી ગાડીમાં બેસાડી દો તેમ કહેતાં આ લોકો બાળકો ઉઠાવવા આવ્યા છે તેમ સમજી ગાડીમાં બેઠેલા રીતેશભાઇના માતાએ બૂમાબૂમ કરી મૂકતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગંતુકોને બાળક ચોર સમજી મારઝૂડ કરવાની તૈયારી હતી ત્યાં તેમની સાથે આવેલ ચોટીલા પોલીસ પણ ઘટનાસ્થળે આવી જતાં બચી ગયા હતા. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને સત્ય હકીકત સામે આવી હતી.

ગેરસમજથી આ ઘટના બની : ચાણસ્મા પીઆઈ
ચોટીલા પાસેના આનંદપુરા ગામના હકુભા કાઠી દરબારનો ભત્રીજો હિતેશ કોઈ છોકરી સાથે ભાગી છૂટ્યો હતો. જે અંગે ચોટીલા પોલીસ મથકે જાણવા જોગ દાખલ થયેલ હતી. દરમિયાન તેઓ પાટણ આજુબાજુ હોવાની જાણ થતાં શોધવા માટે સંબંધીઓ પહેલાં પાટણ અને પછી ચાણસ્મા આવ્યા હતા. જેમાં એક સફેદ કારમાં (સરદારપુરાના રીતેશની ગાડીના વર્ણન જેવી) તેઓ જઈ રહ્યા હોવાની બાતમી મળતા વોચ રાખતાં રીતેશની ગાડી નિકળતાં તેનો પીછો કરી શાળા પાસે જઇ અટકાવી હતી અને જેના લીધે હકુભા અને રિતેશ વચ્ચે ચકમક ઝરી હતી. જો કે, પછી મામલો પોલીસ સ્ટેશને લઇ જતાં ચોટીલાના શખ્સો અને પોલીસે હકીકત બયાન કરતાં સત્ય ખૂલ્યું હતું અને મામલો શમી ગયો હતો. ચાણસ્મા પી.આઈ કે.એમ. પ્રિયદર્શીએ પણ ગેરસમજથી આમ થયાનું સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...