• Home
  • Uttar Gujarat
  • Patan District
  • Chanasma
  • ચાણસ્મા તા.પં.ની સામાન્યસભામાં વિરોધ વચ્ચે મહિલા કારોબારી સદસ્યનું રાજુનામું મંજુર કરાયું

ચાણસ્મા તા.પં.ની સામાન્યસભામાં વિરોધ વચ્ચે મહિલા કારોબારી સદસ્યનું રાજુનામું મંજુર કરાયું

ગત સામાન્યસભા વખતે મહિલા સદસ્યે રાજીનામું આપ્યા બાદ પરત લેવા રજૂઆત કરાઇ હતી, ધમકીના ડરે રાજીનામું આપ્યાની દલીલ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:21 AM
ચાણસ્મા તા.પં.ની સામાન્યસભામાં વિરોધ વચ્ચે મહિલા કારોબારી સદસ્યનું રાજુનામું મંજુર કરાયું
ચાણસ્મા તાલુકા પંચાયતના બે જુથો વચ્ચે ધાકધમકી આપ્યાની સામસામી ફરિયાદો દાખલ થયા બાદ મામલો ગરમ બની રહ્યો છે તેવા માહોલમાં બુધવારે મળેલી સામાન્યસભામાં મહિલા સભ્યના રાજીનામા અંગે વિરોધ વચ્ચે બહુમતિથી મંજૂર કરી દેવાયું હતું. જ્યારે તેમના જગ્યાએ પ્રમુખ જુથના મહિલા સભ્યને સમાવાયા હતા. જોકે 8 સભ્યોના વિરોધ છતાં સામાન્યસભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

પ્રમુખ ઘેમરભાઇ દેસાઇની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. જેમાં કુલ 18 પૈકી 17 સદસ્યો હાજર રહ્યા હતા. અગાઉ પલાસરના મહિલા સભ્ય આશાબેન પટેલે કારોબારીમાંથી રાજીનામું આપી દીધું હતું પણ તે પછી તેઓના રાજીનામા અંગે વિકાસ કમિશ્નરમાં તકરારી અરજી દાખલ થઇ હતી. આશાબેને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પણ વાંધો રજુ કર્યો હતો જેમાં પંચાયતી રાજના નિયમ મુજબ 30 દિવસમાં વાંધો વિરોધ રજુ કરી શકાય છે જે સમય મર્યાદામાં રજૂ થયો હોઇ અને તેના પર અંતિમ નિર્ણય થયેલ ન હોઇ જગ્યા ખાલી ન ગણાય તેથી નવીન સભ્યની નિમણુંકનો એજન્ડા બહાર પાડી શકાય નહી તેને રદ કરવો જોઇએ તેવી માંગણી વચ્ચે સામાન્ય સભામાં મુદ્દો લેવાતાં પ્રમુખ જુથમાં નવ સભ્યો હાજર હોઇ બહુમતિથી આશાબેન પટેલનું રાજીનામું મંજૂર કરાયા પછી નવા સભ્ય તરીકે હાલના ઉપપ્રમુખ સરલાબેન સોવનજી ઠાકોરને વરણી કરાઇ હતી.

આજની સભામાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પીઆઇ કે એમ પ્રિયદર્શી દ્વારા શંખેશ્વર, ચાણસ્મા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ધમકીના ડરે રાજીનામું આપ્યું : આશાબેનનો ઘટસ્ફોટ

રાજીનામું આપનાર આશાબેને ટીડીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે 20 જુલાઇની સામાન્યસભામાં વર્તમાન પ્રમુખએ દબાણથી મારો મત લીધો હતો તેનાથી નારાજ થઇ રાજીનામું આપી દીધું હતું પણ નવીન કારોબારીની રચનામાં સહકાર ન આપતાં ટોર્ચર થતાં રાજીનાામું લખાવી લીધું હતું પણ હવે હું રાજીનામું આપવા માંગતી નથી તેવો પત્ર લખ્યો હતો.

X
ચાણસ્મા તા.પં.ની સામાન્યસભામાં વિરોધ વચ્ચે મહિલા કારોબારી સદસ્યનું રાજુનામું મંજુર કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App