તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધિણોજના સરપંચ ઉચાપત કેસમાં ફરજ મોકુફ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચણસ્માતાલુકાના ધિણોજ ખાતે તાજેતરમાં થયેલા શૌચાલયના કામમાં ગેરરીતે ઉચાપતના ચકચારી મામલામાં છેવટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામનાં મહિલા સરપંચને કસુરવાર ઠરાવીને હોદ્દા પરથી ફરજ મોકૂફ કરાતાં પંચાયત વર્તુળોમાં ચકચાર ફેલાઇ હતી.

ચણસ્મા તાલુકાની ધિણોજ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શ્રીમતી પુષ્પાબેન મુકુન્દ્રભાઇ સામે 200 લાભાર્થીઓના રૂ.938000 ની ઉચાપત કરાયાના આક્ષેપો થયા હતા અને તે અંગે ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆતો કરવામાં આવતાં તે પૈકી બાદમાં રૂ.9.2 લાખ જમા કરાવેલ હતા અને હજુ રૂ. 18 હજાર હાથ ઉપર રાખતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ વિરૂધ્ધ તમામ તપાસના અંતે પંચાયત ધારાની કલમ નં 267,85,105,199,57 (1) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજ્યગુરૂ તેઓને હોદ્દા પરથી ફરજ મોકૂફ કરતો આદેશ કરતાં સ્થાનિક સ્વરાજના હોદ્દેદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો