ભિલોડા તાલુકામાં 50થી વધુ કાચા મકાનોને થયેલું નુકસાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા તાલુકામાં 50થી વધુ કાચા મકાનોને થયેલું નુકસાન

ભિલોડા |ભિલોડા તાલુકામાં બે દિવસથી પવન સાથે પડેલા 15 ઇંચથી વધુ વરસાદથી ગંભીરપુરા, જોધપુર, માલાવાવ, ભિલોડા, મુનાઇ સહિતના ગામોમાં કાચા મકાનોને નુકશાન થયુ છે. કયાંક વિસ્તારોમાં તો મકાનો પડી ગયા છે. જેથી ગ્રામજનોએ સ્થાનિક પંચાયતમાં જાણ કરી હતી. દીવાલો પડી જતા નુકશાન થયુ છે. તાલુકા પંચાયત દ્વારા તાત્કાલિક તલાટીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે અને નુકશાન થયેલા લોકોની માહિતી એકત્ર કરી કાર્યવાહી હાથ ધરી છે. નુકશાન પામેલા મકાનોના માલિકોને સહાય મળે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...