નારાયણપુરમાં વરસાદથી મકાન પડ્યુ, અેકનો બચાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાતાલુકાના નારાયણપુર ગામે શનિવારે રાત્રે પડેલા વરસાદથી વિધવાનું મકાન ધરાશાયી થઇ ગયું હતું. જે અંગે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.

નારાયણપુર ગામના તરાર મંગુબેન હીરાભાઇ શનિવારે રાત્રે ઘરે સૂતા હતા, ત્યારે ભારે વરસાદ પડતાં ઘર ધરાશાયી થઇ ગયુ હતું. સદનસીબે મંગુબેનનો આબાદ થયો હતો. મકાનની દીવાલની બાજુમાં બાંધેલી ભેંસ પણ બચી ગઇ હતી. હાલ તો વિધવા મહિલા ઘરવિહોણાં થયાં છે. રવિવારે તલાટી કમ મંત્રી જીજ્ઞાબેન પટેલે પચંનામુ કરી રિપોર્ટ તાલુકા પંચાયતને વિગતો મોકલવાની તજવીજ હાથ ધરી હતી. મકાન પડી જતાં નાનજીભાઇ તરાર, કમલેશભાઇ મહેતા, રઘજીભાઇ પટેલ, મનોજભાઇ પટેલ, સંકેતભાઇ ચૌધરીએ મહિલાના મકાનની મુલાકાત લઇ જગ્યાનું નિરીક્ષણ કરી કેટલુ નુકશાન થયું તે જોયું હતું.

અન્ય સમાચારો પણ છે...