ભિલોડા | જિલ્લાવહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા
ભિલોડા | જિલ્લાવહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા શેલ્બી હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ભિલોડાના કિશનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સિનિયર સીટીઝન હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં 131 જેટલા સિનિયર સીટીઝનોનું રજીસ્ટેશન, વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર, લેબોરેટરીનું નિદાન કરાયું હતું. કેમ્પમાં ર્ડા.નેહાબેન જોશીયારા, અલ્પેશ પાઠક, દિપક ડામોર, ગલબાભાઈ પ્રજાપતિ, સંજયભાઈ બારોટ સહિત પીએચસી કર્મચારીઓ, આશાવર્કર, ફેસિલિટર બહેનો ઉપસ્થિત રહી હતી.