તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ વરસાદે મોહનપુરથી ભિલોડા સુધી માર્ગ ધોવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લીજિલ્લાના ભિલોડાથી મોહનપુર સુધીનો માર્ગ તૂટી જતા તેનું પેવરકામ થોડા સમય પહેલા હાથ ધરાયુ હતું. પરંતુ માર્ગ પર પ્રથમ વરસાદ પડતા રોડ તૂટી જવા પામ્યો છે. પ્રથમ વરસાદે રોડ તૂટી જતા લોકોમાં તરેહ તરેહની ચર્ચા થઇ રહી છે. અસંખ્ય ગાબડા પડી જતા અને રોડ પરની ઝીણી કપચી ઉડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા રોડ બનાવેલ કોન્ટ્રાકટરને કડક હાથે પગલા લઇ પુન: પેવરકામ હાથ ધરવા તેવી માંગ ઉઠવા પામી છે.

મોહનપુરથી ભિલોડા સુધીનો માર્ગ તૂટી જવા પામ્યો હતો. તંત્રને વારંવાર રજુઆતો કરતા માર્ગનું પેવરકામ કરવા માટે કોન્ટ્રાકટરને કામગીરી અપાઇ હતી. હાથમતી પુલ પર બનાવેલ રોડ પર અસંખ્ય પ્રમાણમાં ખાડા પડી જતા ખાડામાંથી નાની કપચી ઉડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રોડ પર ખાડા પડી જવાથી રોડ ઉબડખાબડ બની જવા પામ્યો છે. પ્રથમ વરસાદે રોડ ધોવાઇ જતા તંત્રની પોલ ખુલી છે તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે. પ્રથમ વરસાદે રોડ તૂટી જતા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. તેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

અંગે વાહન ચાલક પ્રકાશભાઇ પટેલ, યજ્ઞેશભાઇએ રોષ પૂર્વક જણાવ્યુ હતું કે માર્ગ પરના ખાડા પુરવામાં આવે અને રોડનું પેવરકામ કરાય તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો