Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૂવામાં પડેલા આખલાને ગૌરક્ષકોએ બે કલાકની જહેમતે બહાર કાઢ્યો
ભિલોડાનીજૂની મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં આવેલ અવાવરૂ કૂવામાં ફરતો ફરતો એક આખલો મંગળવારે વહેલી સવારે અંદર પડયો હતો. ગૌરક્ષકો તથા ગ્રામ પંચાયતના સ્ટાફે તેને બે કલાકની જહેમત બાદ કૂવામાંથી બહાર કાઢયો હતો.
અંગેની વિગત એવી છે કે જૂની મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં અવાવરૂ કૂવામાં એક આખલો મંગળવારે વહેલી સવારે કૂવામાં પડયો હતો. તેને ગૌરક્ષકો યજ્ઞેશભાઇ પંચાલ, ભરતભાઇ પ્રજાપતિ, પપ્પુ રાવ અને ગ્રામ પંચાયતના કર્મચારીઓએ તેને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢયો હતો. ઉલ્લેખનીય છે કે રખડતા પશુઓને તેમના માલિકો દ્વારા ભિલોડાના જાહેર માર્ગો ...અનુસંધાન8 પર
કૂવામાં પડેલા
પરઅને જગ્યાએ છોડી દેવામાં આવે છે અને છેલ્લા દોઢ માસમાં કેટલાય પશુઓ કૂવામાં પડયા હતા અને કેટલાયને અકસ્માત પણ થયા હતા. ગૌરક્ષકોએ સ્થાનિક પંચાયતના સરપંચ મનોજભાઇ પટેલને જાણ કરી રખડતા પશુઓને પાંજરાપોળમાં મુકવાની ઉગ્ર માંગ પણ કરી છે.