તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડામાં શાકમાર્કેટ માટે જગ્યા ફાળવવા સરકારમાં દરખાસ્ત

ભિલોડામાં શાકમાર્કેટ માટે જગ્યા ફાળવવા સરકારમાં દરખાસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાગ્રામ પંચાયત દ્વારા શાક માર્કેટ અને ફ્રૂટસ માર્કેટ માટે યોગ્ય જગ્યા ફાળવવા રાજય સરકારમાં દરખાસ્ત મોકલી અપાઇ છે.

ભિલોડા બજારમાં તથા મઉ ત્રણ રસ્તા પાસે સાંજના સુમારે શાકભાજીની ખરીદવા લોકોની ભીડ જામે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બને છે. પોલીસ ચોકી પાસે શાકભાજીની લારીઓ વધી જતા લોકોનો ભારે ધસારો થતા મઉ-ભવનાથ રોડ કયારેક જામ પણ થઇ જાય છે. ગ્રામ પંચાયતે નાના વેપારીઓને પૂરતો ન્યાય મળે તે હેતુથી અને ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટે સરપંચ મનોજભાઇ પટેલે રાજય સરકારમાં શાકમાર્કેટ અને ફ્રૂટસ માર્કેટ બનાવવા સર્વે નં.10માં જગ્યા હોઇ ફાળવવા દરખાસ્ત કરી છે અને ગત વર્ષે યોજાયેલા લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં મુકેશભાઇ મહેતા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત પણ કરાઇ છે. પરંતુ આજદિન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. જો શાકમાર્કેટ તળાવી પાળ પર બનાવાય તો તમામ સમસ્યા ઉકેલાઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...