ટાકાટૂકા - ટોરડા માર્ગ પર ખાડા પડવાથી વાહન ચાલકો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાતાલુકાના ટાકાટૂંકાથી ટોરડા જવાનો રસ્તો બિસ્માર બની ગયો છે. રસ્તા માટે અગાઉ ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરવાથી મંજુર થયો હતો. પરંતુ રસ્તાનું પેવર કામ બરાબર થયેલો નથી તે બાબતેની ચર્ચાએ જોર પકડ્યું છે.તંત્ર દ્વારા રસ્તાનું કામકાજ સત્વરે હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે.

અંગેની વિગત આપતા જયદીપસિંહ ભાટી તથા ગ્રામજનોએ જણાવ્યું કે, ટોરડા ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિરે દૂર દૂર થી અનેક હરિભક્તો દર્શનાર્થે આવે છે. અનેકવાર તંત્રમાં રજૂઆતો કર્યા બાદ બનાવેલા રસ્તા પર ખાડા પડી જવાથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. ઉબડખાબડ રસ્તાનું પેવર કામ સત્વરે હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...