તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુઢેલી નદીના કાંઠે સંરક્ષણ દીવાલ બનાવવા રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાતાલુકાના પહાડા ગામ પાસેથી પસાર થતી બુઢેલી નદીના કાંઠે આવેલા ખેતરોની જમીન ધોવાણ થઇ રહી છે. જમીનોનું થતું ધોવાણ અટકાવવા ખેડૂતોએ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ઠરાવ કરી રજૂઆત કરી છે.

પહાડા ગામના રામાભાઇ કોદરભાઇ પટેલ સહિત ખેડૂતોએ જણાવ્યું કે, ટોરડા ગામ પાસેથી પહાડા નજીક બુઢેલી નદી પસાર થાય છે. નદીની આસપાસના સર્વે નં.80 તથા 81માં ખેતરો આવેલા છે. નદીના વહેણથી માટી કપાય છે અને ખેતરોનું ધોવાણ થતા જમીન ધોવાણ થાય છે. જેના લીધે ખેડૂતને નુકશાન થઇ રહ્યુ છે. બાબતે ખેડૂતોએ ટોરડા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ગ્રામ પંચાયતમાં મળેલી ગ્રામસભામાં જમીન ધોવાણ અટકાવવા સંરક્ષણ દીવાલ બનાવવા ઠરાવ કરી રજૂઆત કરી છે.

નદીના વહેણથી માટી ધોવાઇ જતાં કોતરો પડી ગયા છે. તસવીર- કૌશિક સોની

અન્ય સમાચારો પણ છે...